સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતે પ્રથમ વનડેમાં આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. રવિવારે ન્યૂ વાન્ડરર્સ સ્ટેડિયમમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમ 27.3 ઓવરમાં 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 117 રનનો ટાર્ગેટ માત્ર 16.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.
ભારત તરફથી ડેબ્યુ કરી રહેલા સુદર્શને સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. તેને વર્તમાન ભારતીય કેપ્ટન કેએલ રાહુલ દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. સુદર્શને શ્રેયસ અય્યર સાથે 88 રનની ભાગીદારી પણ કરી હતી. બેટિંગ કરતી વખતે શ્રેયસના હાથમાંથી બેટ સરકી ગયું હતું. રાસી વાન ડેર ડુસેને અય્યરને બેટ પરત કર્યું. જાણો મેચની બેસ્ટ મોમેન્ટ્સ…
1. કેપ્ટન રાહુલે સુદર્શનને ડેબ્યૂ કેપ સોંપી ભારતીય બેટર સાઈ સુદર્શને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. સુદર્શન ભારત માટે વનડેમાં ડેબ્યુ કરનાર 253મો ખેલાડી બન્યો. ભારતના વર્તમાન ODI કેપ્ટન કેએલ રાહુલે તેને તેની ડેબ્યૂ કેપ આપી.
સુદર્શને પોતાની ડેબ્યુ વનડેમાં ભારત માટે 43 બોલમાં 53 રનની અણનમ અડધી સદી ફટકારી હતી. ત્રણેય ફોર્મેટને જોડીને, સુદર્શન ભારતનો 400મો આંતરરાષ્ટ્રીય ખેલાડી પણ બન્યો.
કેએલ રાહુલે સુદર્શનને ડેબ્યુ કેપ આપી. તે ભારત માટે વનડે રમનાર 253મો ક્રિકેટર બન્યો. તે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 400મો ખેલાડી પણ બન્યો.
2. અર્શદીપે 2 બોલમાં 2 વિકેટ ઝડપી
અર્શદીપ સિંહે મેચમાં કુલ 5 વિકેટ લીધી હતી જેમાંથી અર્શદીપે સતત 2 બોલમાં 2 વિકેટ ઝડપી હતી. સાઉથ આફ્રિકાની ઇનિંગની બીજી ઓવરના ચોથા બોલ પર અર્શદીપે રીઝા હેન્ડ્રિક્સને બોલ્ડ કર્યો, હેન્ડ્રીક્સ 8 બોલ રમ્યા બાદ પણ પોતાનું ખાતું ખોલી શક્યો ન હતો. આ પછી, તેણે પાંચમા બોલ પર જ રાસી વાન ડેર ડુસેનને એલબીડબ્લ્યુ પણ કર્યો. ડુસેન તેની ઇનિંગ્સના પ્રથમ બોલ પર આઉટ થયો હતો. બંને બેટર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
હેન્ડ્રિક્સ ખાતું ખોલાવ્યા વગર જ બોલ્ડ થઈ ગયો હતો.
3. ક્લાસેન જીવનદાનનો લાભ લઈ શક્યો નહીં, ગાયકવાડે સરળ કેચ છોડ્યો
ઋતુરાજ ગાયકવાડે પ્રથમ દાવમાં એક સરળ કેચ છોડ્યો હતો. આવેશ ખાનના 9મી ઓવરના ત્રીજો બોલને હેનરિક ક્લાસેન યોગ્ય રીતે ફેસ કરી શક્યો ન હતો અને બોલ તેના બેટ સાથે અથડાયો અને સેકન્ડ સ્લિપમાં ગયો. ત્યાં ઊભેલા ગાયકવાડે કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના હાથમાંથી છૂટી બ્રાઉન્ડ્રી તરફ જતો રહ્યો.
ક્લાસેનને જીવનદાન મળ્યું તે સમયે તેનું ખાતું પણ ખૂલ્યું નહતું. જોકે, તે તેનો વધારે ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
હેનરિક ક્લાસેન 6 રન બનાવીને અર્શદીપ સિંહના હાથે બોલ્ડ થયો હતો.
4. સાઉથ આફ્રિકાએ 3 બોલમાં 3 વિકેટ ગુમાવી
દક્ષિણ આફ્રિકાએ 9.5 ઓવરમાં 3 વિકેટે 52 રન બનાવ્યા હતા, અહીં કેપ્ટન એડન માર્કરમ અને હેનરિક ક્લાસેન ક્રિઝ પર હતા. ઇનિંગ્સમાં પ્રથમ 3 વિકેટ ઝડપનાર અર્શદીપ સિંહે પણ 10મી ઓવરના છેલ્લા બોલ પર ક્લાસનને બોલ્ડ કર્યો હતો. આગલી ઓવરમાં ફાસ્ટ બોલર આવેશ ખાને કેપ્ટન એડન માર્કરામને પણ પેવેલિયન મોકલી દીધો હતો.
દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ 52 રનના સ્કોર સાથે ડગઆઉટમાં પરત ફરી ગઈ હતી. ત્યાર બાદ આવેશે 11મી ઓવરના બીજા બોલ પર વેઈન મુલ્ડરને LBW પણ કર્યો હતો. આ રીતે દક્ષિણ આફ્રિકાએ સતત બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
આવેશ ખાન વેઇન મુલ્ડરની વિકેટની ઉજવણી કરી રહ્યો છે. તેણે મેચમાં કુલ 4 વિકેટ લીધી હતી.
5. પહેલી ઓવરમાં LBW થતા બચ્યો સુદર્શન
સાઉથ આફ્રિકા સામે વન-ડેમાં ડેબ્યુ કરનાર સાઈ સુદર્શનને પહેલી જ ઓવરમાં જ જીવનદાન મળી ગયું હતું. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત નાન્દ્રે બર્જરના બોલ પર કવરમાં ચોગ્ગો ફટકારીને કરી હતી. તે જ ઓવરના 5મા બોલ પર આઉટ થવાથી પણ બચી ગયો હતો.
લેફ્ટ હેન્ડના ફાસ્ટ બોલર બર્જરે ફુલ લેન્થ પર આઉટ સ્વિંગર બોલ ફેંક્યો. સુદર્શન તે સંપૂર્ણપણે ચૂકી ગયો અને બોલ તેના પેડ સાથે અથડાયો. દક્ષિણ આફ્રિકાએ LBW માટે અપીલ કરી હતી પરંતુ અમ્પાયરે નોટઆઉટનો નિર્ણય આપ્યો હતો. બોલરે કેપ્ટન એડન માર્કરામ પાસેથી રિવ્યુ માંગ્યો પરંતુ તેણે ના પાડી. રિપ્લે જોયા બાદ જાણવા મળ્યું કે સુદર્શન આ બોલ પર LBW હતો. જો રિવ્યુ લેવામાં આવ્યો હોત તો તેણે પેવેલિયન પરત ફરવું પડત.
6. DRSના કારણે ઋતુરાજ આઉટ
ભારતનો બીજો ઓપનર ઋતુરાજ ગાયકવાડ આફ્રિકન કેપ્ટનના રિવ્યુ લેવાને કારણે આઉટ થયો હતો. ચોથી ઓવરનો ચોથો બોલ વેઇન મુલ્ડર દ્વારા ફેંકવામાં આવ્યો હતો, બોલ સીધો ગાયકવાડના પેડ પર વાગ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ LBW માટે અપીલ કરી અને અમ્પાયરે ફરીથી નોટઆઉટ આપ્યો.
સાઉથ આફ્રિકાએ DRS લીધો, રિપ્લેમાં બોલ લેગ સ્ટમ્પ સાથે અથડાયો. રિવ્યુ બાદ ફિલ્ડ અમ્પાયરે પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને ગાયકવાડને પેવેલિયન પરત ફરવું પડ્યું.
ગાયકવાડે 5 રન બનાવ્યા અને સુદર્શન સાથે 23 રનની ભાગીદારી કરી.
7. શ્રેયસ અય્યરનું બેટ હવામાં ઉડ્યું
ભારતની ઇનિંગની 9મી ઓવરમાં ભારતીય બેટર શ્રેયસ અય્યરનું બેટ હવામાં ઉડી ગયું હતું. શ્રેયસે 9મી ઓવરના 5માં બોલ પર બર્જર સામે પુલ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ બોલ પર તેણે પોતાના બેટ પરનો કાબુ ગુમાવી દીધો હતો. તેનું બેટ સ્ક્વેર લેગ તરફ ગયું અને બોલ મિડ-ઓન પર ગયો. બોલ કોઈ ફિલ્ડર પાસે ગયો ન હતો.
શ્રેયસ અય્યરે 45 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી.
રાસી વાન ડેર ડુસેને શ્રેયસને બેટ પરત કર્યું.
8. રીઝા હેન્ડ્રિક્સના કેચ ડ્રોપને કારણે સુદર્શન અણનમ રહ્યો
રીઝા હેન્ડ્રિક્સે 17મી ઓવરમાં સાઈ સુદર્શનનો કેચ છોડ્યો હતો. નાન્દ્રે બર્જરની ઓવરનો બીજો બોલ શોર્ટ હતો, જેના પર સુદર્શને શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટ સાથે અથડાયો અને હેન્ડ્રિક્સના હાથમાં ગયો. હેન્ડ્રિક્સે તેના હાથમાં આવેલા બોલ ડ્રોપ કરી નાખ્યો અને સાઈ સુદર્શનને જીવનદાન મળ્યું.
સાઈ સુદર્શને શ્રેયસ અય્યર સાથે 88 રનની ભાગીદારી કરી હતી.