મુંબઈ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
BCCI સેક્રેટરી જય શાહ અને મુખ્ય સિલેક્ટર અજિત અગરકર T20 વર્લ્ડ કપ 2024ની પસંદગી માટે અમદાવાદ પહોંચી ગયા છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, સિલેક્શન માટેની મિટિંગ શરૂ થઈ ગઈ છે. ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત થઈ શકે છે. ICC દ્વારા વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ પણ 1લી મે છે.
2024 T20 વર્લ્ડ કપ 2થી 29 જૂન દરમિયાન અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને આયર્લેન્ડ સામેની મેચથી કરશે.
ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે
ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે. ટીમની બીજી મેચ 9 જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12 જૂને અમેરિકા સામે અને ચોથી મેચ 15 જૂને કેનેડા સામે થશે.
ઓપનિંગ મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે
આ વખતે T-20 વર્લ્ડ કપ 2થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડીઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં યોજાશે.
ગ્રુપ સ્ટેજની મેચ 17 જૂન સુધી યોજાશે
T-20 વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની મેચો 2થી 17 જૂન દરમિયાન યોજાશે. સુપર-8 તબક્કાની મેચ 19થી 24 જૂન દરમિયાન યોજાશે. ત્યાર બાદ 26 જૂનથી નોકઆઉટ સ્ટેજ શરૂ થશે.
કેનેડા અને અમેરિકા વચ્ચે ઓપનિંગ મેચ
ટુર્નામેન્ટની શરૂઆતની મેચ હોમ ટીમ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાશે. આ મેચ 1 જૂને ન્યૂયોર્કમાં જ રમાશે. સેમિફાઈનલ પહેલાં કુલ 52 મેચ રમાશે, જેમાં ગ્રુપ સ્ટેજની 40 મેચ અને સુપર-8 સ્ટેજની 12 મેચ સામેલ છે.
પ્રથમ સેમિફાઈનલ 26 જૂને ગયાનામાં અને બીજી સેમિફાઈનલ 27 જૂને ત્રિનિદાદમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને બાર્બાડોસમાં રમાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ વચ્ચે 29 દિવસ સુધી કુલ 55 મેચ રમાશે, જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત બનશે.
ઇંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડીઝે 2-2 વખત ટાઈટલ જીત્યા
2022માં ઇંગ્લેન્ડે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારે ભારતને સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 2007માં પ્રથમ વખત આયોજિત ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ ટીમ એક વખત પણ ટ્રોફી જીતી શકી નથી.
ભારત ઉપરાંત પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાએ પણ 1-1 વખત ટાઇટલ જીત્યું છે. જ્યારે વેસ્ટ ઈન્ડીઝ (2012 અને 2016) અને ઇંગ્લેન્ડ (2010 અને 2022) એ 2-2 વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી કબજે કરી છે. આ ટુર્નામેન્ટ અત્યારસુધી 8 વખત રમાઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટ 9મી વખત અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં રમાશે.
ગ્રુપ બી અને ગ્રુપ ડીમાં 3 મજબૂત ટીમ
ટુર્નામેન્ટની પ્રારંભિક મેચમાં 5 ટીમ પ્રત્યેકને 4 જૂથમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન ગ્રુપ-એમાં સામેલ છે. ગ્રુપ-બીમાં ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડીઝ છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપ સીમાં છે. જ્યારે બાંગ્લાદેશ પણ ગ્રુપ-ડીમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સાથે છે.