સ્પોર્ટ્સ ડેસ્ક4 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLમાં શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ હતી. દિલ્હીમાં રમાયેલી મેચ બાદ બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને રોહિત શર્મા વચ્ચે અનઓફિશિયલ મિટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં ICC T-20 વર્લ્ડ કપ 2024ની ટીમની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
BCCI સિલેક્શન સમિતિના સૂત્રએ બેઠક બાદ ANIને જણાવ્યું કે, રિષભ પંત અને કેએલ રાહુલને ICC T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. ચેન્નઈના ઓલરાઉન્ડર શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
ભાસ્કર પોલમાં યુઝર્સે કહ્યું- ઓલરાઉન્ડરમાં શિવમ દુબે હાર્દિક કરતાં ચડિયાતો
અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત એકથી બે દિવસમાં થઈ શકે છે. કયા ખેલાડીઓને તક મળવી જોઈએ એના પર તમારો અભિપ્રાય મેળવવા અમે તમારી સમક્ષ 6 સવાલ પૂછ્યા હતા. આ સવાલો ટીમના ઓપનર, નંબર-3 બેટર, ઓલરાઉન્ડર, વિકેટકીપર, રિસ્ટ સ્પિનર અને ફાસ્ટ બોલરો સાથે જોડાયેલા હતા.
ભાસ્કર એપના પોલમાં ઘણા યુઝર્સે ભાગ લીધો હતો. એમાંથી સૌથી વધુ 72% યુઝર્સનું માનવું છે કે વિરાટ કોહલીએ માત્ર નંબર-3 પોઝિશન પર જ બેટિંગ કરવી જોઈએ. હવે એ જાણવાનો સમય આવી ગયો છે કે તમે કયા ખેલાડીઓને પસંદ કરો છો અને તમે કયા સ્ટાર્સને બાજુ પર રાખ્યા હતા. સંપૂર્ણ સમાચાર…
પંતે આ સિઝનમાં 371 રન બનાવ્યા
દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત અકસ્માત બાદ ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો છે. પંતે IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 10 મેચમાં 46.38ની એવરેજ અને 160.60ની સ્ટ્રાઈક રેટથી 371 રન બનાવ્યા. ઓરેન્જ કેપની યાદીમાં પંત ટોપ-5માં સામેલ છે.
કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં છે
લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ વર્તમાન IPLમાં ત્રીજા નંબર પર છે. આ વિકેટકીપર-બેટરે 9 મેચમાં 42ની એવરેજ અને 144.27ની સ્ટ્રાઈક રેટથી 378 રન બનાવ્યા છે.
શિવમ દુબે CSKનો બીજા ટોપ સ્કોરર
શિવમ દુબે આ સિઝનમાં જબરદસ્ત ફોર્મમાં છે. દુબેએ 8 મેચમાં 169.94ની સ્ટ્રાઈક રેટથી ત્રણ અડધી સદી સાથે 311 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 66* છે. દુબે આ સિઝનમાં તેની ફ્રેન્ચાઈઝી માટે બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.
કેનેડા અને અમેરિકા વચ્ચે T-20 વર્લ્ડ કપની ઓપનિંગ મેચ
આ વખતે T20 વર્લ્ડ કપ 2થી 29 જૂન સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. ટુર્નામેન્ટની શરૂઆતની મેચ કેનેડા અને હોમ ટીમ અમેરિકા વચ્ચે ડલાસમાં રમાશે. ફાઈનલ મેચ 29 જૂને વેસ્ટ ઈન્ડિઝના બાર્બાડોસ શહેરમાં રમાશે. સુપર-8 અને નોકઆઉટ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે.