28 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિરાટ કોહલી પણ T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકામાં છે. કોહલીની સુરક્ષામાં કોઈ ચૂક ન થાય તે માટે યુએસ પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે. સોશિયલ મીડિયા પર કિંગ કોહલીનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોહલી પ્રેક્ટિસ માટે મેદાનમાં જઈ રહ્યો છે. આ દરમિયાન ઘણા સુરક્ષાકર્મીઓ તેની સાથે દેખાય છે. એટલું જ નહીં, ઘોડા પર તહેનાત પોલીસ જવાનો અને સ્પેશિયલ કમાન્ડો તેની સુરક્ષા માટે તહેનાત છે.
વિરાટ કોહલી ક્રિકેટ જગતમાં એક મોટું નામ છે. આ જ કારણ છે કે તેમની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યારે તે પ્રેક્ટિસ માટે મેદાનમાં જતો હતો, ત્યારે કોઈપણ ફેન્સને તેની નજીક જવા દેવામાં આવતા ન હતા.
અમેરિકામાં વિરાટ કોહલીની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ઘોડા પર તહેનાત પોલીસ કર્મચારીઓ વચ્ચે દેખાય છે. જણાવીએ કે વિરાટ કોહલીના ફેન્સની યાદી લાંબી છે. તેને દેશમાં જ નહીં વિદેશમાં પણ ઘણો પ્રેમ મળે છે. હાલમાં 250 મિલિયનથી વધુ લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
2022ના T20 વર્લ્ડ કપમાં કોહલીએ કહેર મચાવ્યો હતો
ટી20 વર્લ્ડ કપની છેલ્લી સિઝન ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને અહીં નિરાશા મળી હતી, પરંતુ કિંગ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેણે બ્લુ ટીમ માટે કુલ 6 મેચમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તે 98.66ની એવરેજથી 296 રન બનાવવામાં સફળ રહ્યો.
ટુર્નામેન્ટમાં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર 96 રન હતો. અહીં તે 4 ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2022માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર કોહલી પ્રથમ ખેલાડી હતો.
ભારતીય ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે
ICC T20 વર્લ્ડ કપના સહ-યજમાન યુએસએ આ મહાન ભારતીય ક્રિકેટરની સલામતી મામલે કોઈ જોખમ લેવા માંગતું નથી. આતંકવાદી સંગઠનો તરફથી ટુર્નામેન્ટની સુરક્ષા માટે જોખમ હોવાના અનેક અહેવાલો બાદ ભારતીય ટીમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ખાસ કરીને વિરાટ કોહલીની સુરક્ષા ખૂબ જ સઘન કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં કોહલી અનેક સ્તરની સુરક્ષા સાથે મેદાનમાં જતો જોવા મળી રહ્યો છે.
ઘોડા પર સવાર પોલીસકર્મીઓ બાદ પૂર્વ ભારતીય કેપ્ટન સુરક્ષા અધિકારીઓ અને સશસ્ત્ર ગાર્ડ્સ વચ્ચે ઘેરાયેલા દેખાય છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ન્યુયોર્ક અને તેની આસપાસના સ્થાનિક અધિકારીઓએ ખાસ કરીને સુરક્ષા વધારી દીધી છે કારણ કે ન્યુયોર્ક 9 જૂને નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન ગ્રૂપ Aના મુકાબલાની યજમાની કરશે.
ન્યુયોર્કના ગવર્નર કેથી હોચુલે તેમના કાર્યાલયમાંથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મેં ન્યુયોર્ક રાજ્ય પોલીસને કાયદાના અમલીકરણની હાજરીમાં વધારો કરવા સહિત સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે. સુરક્ષામાં દેખરેખ અને સંપૂર્ણ તપાસ પ્રક્રિયાઓ સામેલ છે. જાહેર સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ કે તમામ ફેન્સ માટે ક્રિકેટ વર્લ્ડ કપ એક સુરક્ષિત અનુભવ રહે.