6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024નું ઓક્શન શરૂ છે, જેમાં 10 ફ્રેન્ચાઇઝીઓ આગામી સિઝનની T20 એક્શન માટે શ્રેષ્ઠ તૈયારી કરી રહી છે. ત્યારે આ વખતે IPL ઓક્શનની ઓક્શનીર બીજું કોઈ નહીં પણ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ઓક્શનની ઓક્શનીર રહી ચૂકેલી મલ્લિકા સાગર અડવાણી કરી રહી છે. તે IPL ઓક્શનના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા ઓક્શનીર બની છે.
કોણ છે મલ્લિકા સાગર?
મલ્લિકા મોર્ડન અને કન્ટેમ્પરેરી કલા માટે મુંબઈ સ્થિત આર્ટ કલેક્ટર સલાહકાર છે અને હાલમાં આર્ટ ઈન્ડિયા કન્સલ્ટન્ટ્સ કંપની સાથે કામ કરે છે. હ્યુજ એડમન્ડ્સ, રિચાર્ડ મેડલી અને ચારુ શર્માએ ભૂતકાળમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે હરાજી કરી છે, પરંતુ મલ્લિકા લીગની શરૂઆતથી જ WPLમાં BCCIની ઓક્શનીર(હરાજી કરનાર) છે.
મલ્લિકા 2021માં પ્રો કબડ્ડી લીગના ઓક્શનમાં પણ સામેલ હતી. હવે તેણે WPL પછી IPLની પણ ઓક્શનીર બની ગઈ છે.
મલ્લિકા સાગરે WPLની પણ ઓક્શનીર બની હતી.
IPL ઓક્શનમાં 333 પ્લેયર્સ પણ બિડિંગ થશે
10 ટીમમાં 77 ખેલાડીઓની જગ્યા ખાલી છે, જેના માટે 333 ખેલાડીઓ પર બિડિંગ થશે. જેમાંથી 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ છે.
મલ્લિકા ઘણા પ્રસંગોએ ઓક્શનીર બની છે
મલ્લિકા સાગર હરાજી કરવાના ક્ષેત્રમાં નવો ચહેરો નથી. તે ઘણા મોટા ઓક્શનમાં ઓક્શનીરની ભૂમિકામાં જોવા મળી છે. જેમાં વર્ષ 2021માં પ્રો કબડ્ડી લીગની હરાજી અને ગયા વર્ષે વુમન્સ પ્રીમિયર લીગની હરાજીનો સમાવેશ થાય છે. મલ્લિકા સાગર લગભગ બે દાયકાથી આ પ્રોફેશનમાં છે. જોકે, ગત સિઝનમાં વુમન્સ પ્રીમિયર લીગના મેગા ઓક્શન માટે તેણે રિચર્ડ મેડલી, ચારુ શર્મા અને હ્યુજ એડમન્ડ્સ જેવા જૂના IPL ઓક્શનીરના વીડિયો જોઈને પ્રેક્ટિસ કરી હતી. હવે તે WPL પછી IPLમાં પણ ઓક્શનીર બની ગઈ છે.