સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
વિઝડન ક્રિકેટર્સ અલ્માનેક 2024એ વર્ષના ટોપ-5 ક્રિકેટર્સની યાદી બહાર પાડી છે. વર્ષના ટોપ-5 ક્રિકેટરોમાં મિચેલ સ્ટાર્ક, ઉસ્માન ખ્વાજા, એશ્લે ગાર્ડનર, હેરી બ્રુક અને માર્ક વુડનો સમાવેશ થાય છે.
વિઝડન ક્રિકેટર ઑફ ધ યર અવોર્ડ એ ક્રિકેટનો સૌથી જૂનો વ્યક્તિગત એવોર્ડ છે. વિઝડન 1889 થી દર વર્ષે આ યાદી બહાર પાડે છે. પસંદગી ગત ઇંગ્લિશ સિઝનમાં પ્રદર્શન પર આધારિત છે. કોઈપણ ખેલાડી આ અવોર્ડ એક કરતા વધુ વખત જીતી શકે નહીં. વિઝડનના એડિટર લોરેન્સ બૂથે મંગળવારે પાંચ નામોની જાહેરાત કરી હતી.
કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ મોટી ટુર્નામેન્ટ જીતી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને નેટ સાયવર-બ્રન્ટને ‘વિઝડન લીડિંગ ક્રિકેટર્સ ઇન ધ વર્લ્ડ’નો એવોર્ડ આપવામાં આવ્યો છે. વિઝડન લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ અવોર્ડ વિઝડન ક્રિકેટર્સ અલ્માનેકના સંપાદકો દ્વારા વિશ્વના કેટલાક સૌથી અનુભવી લેખકો અને કોમેન્ટેટરો સાથે પરામર્શ કરીને પ્રસ્તુત કરવામાં આવે છે. પસંદગી પાછલા કેલેન્ડર વર્ષમાં વિશ્વમાં ક્યાંય પણ ખેલાડીના પ્રદર્શન પર આધારિત છે. ખેલાડીઓ એક કરતા વધુ વખત અવોર્ડ જીતી શકે છે.
કમિન્સની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ જૂનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ જીત્યો હતો. બંને ફાઈનલ ભારત સામે રમાઈ હતી. આ સિવાય ગયા વર્ષે તેના નેતૃત્વમાં ઇંગ્લેન્ડમાં એશિઝ શ્રેણી પણ 2-2થી ડ્રો થઈ હતી.
ટ્રેવિસ હેડે વિઝડન ટ્રોફી જીતી
ટ્રેવિસ હેડે વિઝડન ટ્રોફી જીતી છે, જે પાછલા કેલેન્ડર વર્ષ દરમિયાન ટેસ્ટ ક્રિકેટ (પુરુષ અથવા મહિલા)માં શ્રેષ્ઠ વ્યક્તિગત પ્રદર્શન માટે આપવામાં આવી હતી. હેડને ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમાયેલી 163 રનની ઇનિંગ માટે આ અવોર્ડ આપવામાં આવ્યો છે.
હેલી મેથ્યૂઝને T-20 ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવી છે. તે કોઈપણ પુરૂષ અથવા મહિલા ખેલાડીને તેના પાછલા કેલેન્ડર વર્ષમાં તેના પ્રદર્શન માટે આપવામાં આવે છે.