ઇન્દોર/ધાર5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્દોર નજીક બેટમામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. અહીં એક કાર ઈન્દોર-અમદાવાદ ફોર લેન પર પાર્ક કરેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર 8 લોકોનાં મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ઈજા થઈ છે.
મૃતકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૃતદેહોને બેટમા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં ગુરુવારે સવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. એએસપી ઇન્દોર રૂપેશ દ્વિવેદીએ જણાવ્યું કે 8 લોકોનાં મોત થયા છે. એક ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
દુર્ઘટના બુધવારે રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. માહિતી મળતા જ એમ્બ્યુલન્સની સાથે પોલીસ અને પ્રશાસનની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કારમાં સવાર લોકો અલીરાજપુરના બોરી ગામમાં કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા.
મૃતકોના નામ
કમલેશ (34), ધનસિંહ (50), નર્મદા, બ્રજેશ (18), રામસિંગ અલાવા (35), રતનસિંહ (50), તેરસિંગ (55), નાનકા (70). તમામ ગુનાના રહેવાસી હતા.
જુઓ અકસ્માતની તસવીરો-
ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો કચ્ચરઘાણ થયો
અકસ્માતની માહિતી મળતા જ એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ડીએસપી ગ્રામ્ય ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું, ‘અમને પીએસ બેટવા સીમામાં ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતની માહિતી મળી હતી. એક બોલેરો એસયુવી અકસ્માતનો ભોગ બની હતી અને કારમાં સવાર 9 લોકોમાંથી 8 લોકોના મોત થયા છે… તમામ લોકો ગુના તરફ જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે.’