નવી દિલ્હી24 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશના સૌથી મોટા ફટાકડા ઉત્પાદન કેન્દ્ર તમિલનાડુના શિવકાશીમાં આ વખતે એવી કોઈ હલચલ નથી, જેવી દિવાળી પહેલાં થતી હતી. દેશના 85% ફટાકડા અહીં બનાવવામાં આવે છે, પરંતુ કોવિડ પછી પણ ફટાકડા ઉત્પાદકો 2019 પહેલાં જે ઓર્ડર મેળવતા હતા તે સ્તર સુધી પહોંચી શક્યા નથી.
ગયા વર્ષની સરખામણીમાં અહીં આ વખતે ઓર્ડર 15% ઓછા છે અને ઉત્પાદન 30% ઓછું છે. આનું કારણ જણાવતાં ભારતીય ફટાકડા ઉત્પાદક સંઘના પ્રમુખ એસ. શ્રીરામ અશોકનું કહેવું છે કે ગ્રીન ફટાકડા અંગે 2018માં આપેલા સુપ્રીમકોર્ટના આદેશ અને દિલ્હીમાં દર વર્ષે લાદવામાં આવતા પ્રતિબંધને કારણે અસલ ફટાકડાનું આખું બજાર નીચે આવી ગયું છે. ફટાકડાના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.
આમાં 90% યોગદાન ચેન્નઈથી 500 કિમી દૂર આવેલા નાના શહેર શિવકાશીનું છે. અહીંનો ફટાકડા ઉદ્યોગ 3 થી 5 લાખ લોકોનું ભરણપોષણ કરે છે, પરંતુ જે ઝડપે ઓર્ડરો ઘટી રહ્યા છે તે ચિંતાજનક છે. તમિલનાડુના વિરુધનગર જિલ્લામાં 1175 ફટાકડા ઉત્પાદકો છે. તેમાં શિવકાશી પણ સામેલ છે. તેમની 300થી વધુ ફેક્ટરીઓમાં ફટાકડા બનાવવામાં આવે છે. 2018માં 700 ફેક્ટરીઓ હતી. ગયા વર્ષે રૂ. 4-5 હજાર કરોડની આસપાસ કમાણી થઇ હતી. આ વખતે ઉત્પાદન અને ઓર્ડર પણ ઓછા છે, તેથી રૂ. 3 હજાર કરોડની કમાણી થવાની અપેક્ષા છે. શિવકાશી ફટાકડા ઉત્પાદક સંઘના મુરલી અસાઈથામ્બીના જણાવ્યા અનુસાર સુપ્રીમકોર્ટના આદેશ પછી, દરેક ઉત્પાદકનું ધ્યાન ગ્રીન ફટાકડા પર છે, પરંતુ ગેરકાયદે ફટાકડા ઉત્પાદકો ઘણા વધી ગયા છે તેથી માગ તેમની પાસે જઈ રહી છે.
ઑનલાઇન ઠગાઇ વધી, જેટલાનો ઓર્ડર, તેનાથી ઓછા ફટાકડા મોકલી રહ્યા છે | પેથુલુપટ્ટીના વેપારી એસ. મુરુગેસને જણાવ્યું કે ઘણી વેબસાઈટ શિવકાશી ફટાકડાના નામે ફટાકડા વેચી રહી છે. ગત વર્ષે ચેન્નાઈ અને કોઈમ્બતુરના અમારા જૂના ગ્રાહકોએ રૂ. 10થી 50 હજાર સુધીના ઓર્ડર આપ્યા હતા, પરંતુ તેમના ફટાકડા નકલી નીકળ્યા હતા. ઓનલાઈન વિક્રેતાઓ તેઓ જેટલા ફટાકડા બતાવે છે તેના માટે સંપૂર્ણ પેમેન્ટ લેવા છતાં ફટાકડા મોકલતા નથી.
ગ્રીન ફટાકડાની છેતરપિંડી… વાદળી, લાલ-પીળા રંગોમાં પોટેશિયમ નાઈટ્રેટ ઉમેરવામાં આવી રહ્યું છે શ્રીરામના જણાવ્યા અનુસાર સુપ્રીમકોર્ટના આદેશ બાદ ફટાકડામાં બેરિયમ નાઈટ્રેટ ઉમેરવામાં આવી રહ્યું નથી. આ વાયુ પ્રદૂષણનું મુખ્ય પરિબળ છે. એટલા માટે આખું માર્કેટ ગ્રીન ફટાકડા પર ભાર મૂકી રહ્યું છે. પરંતુ, લોકપ્રિય માન્યતાથી વિપરીત, ગ્રીન ફટાકડા ફોડવા પર લીલા થતાં નથી. લીલો રંગ ફક્ત બેરિયમ નાઈટ્રેટમાંથી જ મેળવી શકાય છે, જેની ઉપર પ્રતિબંધ છે. તેથી, હવે પોટેશિયમ નાઈટ્રેટને ભેળવવામાં આવી રહ્યું છે, જેથી લીલા રંગની ફીલિંગ આવે છે. શિવકાશીમાં 30 વર્ષથી ફટાકડાનો ઉદ્યોગ ચલાવી રહેલા ગુણશેકરને જણાવ્યું હતું કે ગ્રીન ફટાકડા ચાઈનીઝ ફટાકડા કરતાં 30% ઓછો ધુમાડો બહાર કાઢે છે.
ઑનલાઇન ઠગાઇ વધી, ઓર્ડરથી ઓછા ફટાકડા મોકલી રહ્યા છે પેથુલુપટ્ટીના વેપારી એસ. મુરુગેસને જણાવ્યું કે ઘણી વેબસાઈટ શિવકાશી ફટાકડાના નામે ફટાકડા વેચી રહી છે. ગત વર્ષે ચેન્નાઈ અને કોઈમ્બતુરના અમારા જૂના ગ્રાહકોએ રૂ. 10થી 50 હજાર સુધીના ઓર્ડર આપ્યા હતા, પરંતુ તેમના ફટાકડા નકલી નીકળ્યા હતા. ઓનલાઈન વિક્રેતાઓ તેઓ જેટલા ફટાકડા બતાવે છે તેના માટે સંપૂર્ણ પેમેન્ટ લેવા છતાં ફટાકડા મોકલતા નથી. તાજેતરમાં, તમિલનાડુ સાઈબર ક્રાઈમ વિંગે આવી 17 ફરિયાદો નોંધી છે.