પાટણ શહેરમાં દિવાળી પર્વમાં કોઈ આકસ્મિક આગ જેવી ઘટનાને પહોંચી વળવા માટે પાટણ ફાયર વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. આજથી આગામી 4 નવેમ્બર સુધી શહેરમાં બે જગ્યાએ બગવાડા અને નગર પાલિકા વિસ્તારમાં એક એક ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તમામ
.
પાટણ ફાયર વિભાગના ફાયર સ્ટેશન ઓફિસર સ્નેહલ મોદીએ જણાવ્યું હતું કે, દિવાળી દરમિયાન આગની કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરીને 11 ફાયર બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આગની ઘટનામાં સત્વરે બચાવ કામગીરી કરવા અને ઓછામાં ઓછું જાનમાલને નુકસાન થાય એના માટે પાટણ શહેરના બગવાડા અને નગરપાલિકા વિસ્તારમાં એક એક ટીમ એલર્ટ મોડ પર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ફાયર કોલ દરમિયાન ઓછામાં ઓછાં સમયમાં બનાવ સ્થળે પહોંચવા માટે ફાયરની ટીમ ખડેપગે ફરજ બજાવશે. વધુ નુકસાન થતું બચાવવા પ્રયત્ન કરશે તેમ જણાવ્યું હતું.