27મી ઓક્ટોબરે અમદાવાદના નારોલમાં એક ફેક્ટરીમાં ગેસ ગળતરથી 2 લોકોના મોત થયા હતા.જ્યારે 4ની સ્થિતિ ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે સરકારી વિભાગની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે
.
શ્રમ વિભાગના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના આંકડા ટાંક્યા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા મીડિયાને સંબોધતા જણાવ્યુ કે, ગુજરાત રાજ્યના સરકારી વિભાગની બેદરકારી, ભ્રષ્ટાચારના પાપે નિર્દોષ શ્રમિકો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાત રાજ્યના શ્રમ વિભાગના ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થના આંકડા મુજબ 5 વર્ષમાં ફેક્ટરી દુર્ઘટનામાં 992 શ્રમિકો એ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2018થી વર્ષ 2022માં સહુથી વધુ મૃત્યુ સુરતમાં થયા છે. સુરત જિલ્લામાં પાંચ વર્ષમાં 155 શ્રમિકોના ફેક્ટરી દુર્ઘટનામાં મોત થયા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પાંચ વર્ષ 126 શ્રમિકોએ ફેક્ટરી અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને વલસાડ જિલ્લામાં 92 શ્રમિકો એ ફેક્ટરી અકસ્માતથી જીવ ગુમાવ્યા છે.
2021 સુધી હેઝાર્ડસ વેસ્ટ પ્રોડ્યુસ કરતી 20,433 ફેક્ટરી નારોલ ફેક્ટરીમાં ગેસ ગળતર બનેલી ઘટનામાં એક સગીર સહિત બે લોકોએ જીવ ગુમાવ્યા અને 4 શ્રમિકોની ગંભીર પરિસ્થિતિ છે. થોડાક સમય પહેલા કચ્છ, વડોદરામાં ફેક્ટરી અકસ્માતના કિસ્સામાં નિર્દોષ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાત રાજ્યમાં વર્ષ 2021 સુધી હેઝાર્ડસ વેસ્ટ પ્રોડ્યુસ કરતી 20,433 ફેક્ટરી છે, ત્યારે ગુજરાત અને ગુજરાતની જનતાનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. રાજ્યનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સરકારી કર્મીઓના રહેમ હેઠળ ખુલ્લેઆમ નિયમોનો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં પર્યાવરણના નિયમોનો ભંગ કરીને ગુજરાતની જનતાના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જોખમી પદાર્થ ઉત્પાદન કરતી ફેક્ટરીમાં તાત્કાલિક ચેકિંગ હાથ ધરવામાં આવે અને ગુજરાત રાજ્યમાં પર્યાવરણના નિયમ ભંગ કરતી ફેક્ટરીઓ અને ઉદ્યોગો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ત્વરિત માગ છે.
ઓક્ટોબર-2024માં બનેલી ફેક્ટરી અકસ્માતની ઘટનાઓ તારીખ વિગત મૃત્યુ-અકસ્માત આંક27 નારોલ દેવી સિન્થ્રેટીકમાં ગેસ ગળતર 2 શ્રમિકોના મૃત્યુ 4 ગંભીર15 કંડલા ખાતે ઈમામી એગ્રોટેક કંપનીમાં ગુંગળામણ 5 શ્રમિકોના મૃત્યુ12 કડી તાલુકામાં દિવાલ હેઠળ દટાવા 9 શ્રમિકોના મૃત્યુ
છેલ્લા 5 વર્ષમાં ફેક્ટરી અકસ્માતમાં શ્રમિકોનો મૃત્યુ આંક જિલ્લો સંખ્યાસુરત 155અમદાવાદ 126મોરબી 114ભરૂચ 98વલસાડ 92કચ્છ 71