ભરૂચની નર્મદામૈયા બ્રિજ ઉપરથી એક મહિલા અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી.જેમાં સ્થાનિક નાવિકોએ તેને જોઈ લેતા બચાવી લઈ કિનારે લઈ આવ્યા હતાં. જેની જાણ થતાં સામાજીક કાર્યકરે પોલીસને જાણ કરતા તેઓએ સ્થળ દોડી આવી તપાસ હાથ ધરી છે.
.
નાવિકોએ મહિલાને કિનારે લઈ આવ્યા હતા ભરૂચમાં આવેલા નર્મદા મૈયા બ્રિજ જાણે સુસાઇડ પોઈન્ટ બન્યો હોય તેમ લાગી રહ્યું છે.આજ રોજ પણ કોઈ અગમ્ય કારણોસર એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.આ સમયે ત્યાં નજીક નદીમાં માછીમારી કરી રહેલા પાણીના અવાજ સાથે જોયું તો એક મહિલા પાણીમાં ડૂબી રહી હતી.જેથી નાવિકોએ તાત્કાલિક ત્યાં પહોંચી મહિલાને ડૂબતી બચાવી લીધી હતી.તેને નદીના કિનારે લાવી આ અંગેની જાણ સામાજીક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને કરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે જેથી સામાજીક કાર્યકર્તાએ પણ દોડી આવી આ અંગેની જાણ સ્થાનિક પોલીસ મથકમાં કરી હતી. ઘટના અંગે મહિલાના પતિને જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતાં અને મહિલાએ કયા કરણોસર નદીમાં મોતની છલાંગ લગાવી તે અંગે તપાસ હાથ ધરી છે.