Vadodara ATM Fraud : અલકાપુરીમાં આવેલી વેસ્ટ સાઈડ બિલ્ડીંગમાં દીકરી અને જમાઈ ગયા હતા. જ્યારે 62 વર્ષીય વૃદ્ધા કારમાં બેઠા હતા. તે દરમિયાન એક શખ્સ તેમની કાર પાસે આવ્યો હતો અને તમારા રૂપિયા નીચે પડ્યા છે તેમ કહ્યું હતું ત્યારે વૃદ્ધાએ મારા રૂપિયા નથી તેમ કહ્યું હતું તેમ છતાં દરવાજો ખેંચવા લાગ્યો હતો. જેથી વૃધ્ધા તેના તરફ ધ્યાન આપતા બીજી તરફથી અન્ય ઈસમે દરવાજો ખોલીને મુદ્દાને દીકરીનું પાસપોર્ટ તો એટીએમ કાર્ડ સહિતની વસ્તુ ભરેલું બેગ ચોરી કરીને લઈ ગયા હતા. ત્યારબાદ એટીએમ કાર્ડ દ્વારા ટુકડે-ટુકડે 1.50 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. જેનો મેસેજ દીકરી જમાઈ પર આવતા તેમને જાણ થઈ હતી. વૃદ્ધાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી સરિતા સંગમ સોસાયટીમાં રહેતા ઇલાબેન મુકુંદભાઈ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત 19 ડિસેમ્બરના રોજ હું તથા મારી દિકરી ડોલી મુકુંદભાઇ પટેલ તથા જમાઇ નિશીલભાઈ વિમલભાઈ શાહ સાથે અમારી કાર લઈને અમારા ઘરેથી અલકાપુરી ખાતે અમારા કામ અર્થે આવ્યા હતા અને અમારી આ ગાડી વેસ્ટ સાઈડ બીલ્ડીંગના બહાર પાકી સમા પાર્ક કરી હતી. મારી દિકરીનું બેગ અમારી ગાડીમા ખાલી સાઈડના પાછળના ભાગે મુકી જમાઈ સાથે પેસ્ટ સાઇડ બિલ્ડીંગમા ગયા હતા અને હું અમારી ગાડીમાં ડ્રાઇવર સાઇડના પાછળના ભાગે રાહ જોઈને બેઠી હતી. તે દરમ્યાન સાંજના સાતેક વાગ્યાના સુમારે એક અજાણ્યો ઇસમ અમારી ગાડી પાસે આવી હતી અને મારી તરફનો દરવાજો ખખડાવી મને જણાવ્યું હતું કે તમારા રૂપીયા નિચે પડી ગયા છે તે લઈ લો… જેથી મેં તેને કહેલ કે આ મારા રૂપીયા નથી છતાં આ ઇસમ દરવાજો ખોલવા માટે ખેંચાખેંચ કરવા લાગ્યો હતો પરંતુ દરવાજો ખુલ્યો ન હતો અને તે દરમ્યાન અન્ય બિજા ઇસમે અમારી ગાડીની બીજી તરફના દરવાજો ખોલી મારી દિકરીનું બેગ લઈને જતો રહયો હતો. તે દરમ્યાન મારી દિકરી તથા જમાઇ આવી જતા આ ઇસમો ત્યાથી ભાગી ગયા હતા. દીકરીના બેગમાં દીકરી ડોલી મુકુંદભાઈ પટેલનો અસલ પાસપોર્ટ, મારા જમાઇ નિશિલ શાહનો પાસપોર્ટ, મારી દિકરી તથા જમાઈના નવા બેંકના એ.ટી.એમ કાર્ડ હતા. ત્યારબાદ અમે આ ઇસમોની તપાસ કરતા મળી આવેલ નહી અને ત્યારબાદ સાડા સાતેક વાગ્યાના સુમારે મારી દિકરી તથા મારા જમાઈના ફોનમાં એ.ટી.એમ કાર્ડમાથી રૂપીયા 1.50 લાખ ઉપાડી લીધા હતા. મેસેજ તેમના મોબાઇલમાં આવતા મારા દીકરી જમાઈને જાણ થઈ હતી. સયાજીગંજ પોલીસે ગુનો ચોરને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.