મુંબઈ1 કલાક પેહલા
- કૉપી લિંક
ગૌતમ અદાણી ફરી એકવાર 100 બિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવતા લોકોના ક્લબમાં જોડાયા છે. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને આ ક્લબમાં પાછા ફરતા એક વર્ષનો સમય લાગ્યો છે.
અબજોપતિઓની યાદીમાં અદાણી 12માં નંબરે છે
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર આજે ગૌતમ અદાણીની નેટવર્થ $2.73 બિલિયન વધીને $101 બિલિયન એટલે કે 8.38 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ સાથે તે બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 12મા નંબર પર પહોંચી ગયા છે.
11મા નંબરે મુકેશ અંબાણી, 108 બિલિયન ડોલરની નેટવર્થ
ગૌતમ અદાણી સિવાય મુકેશ અંબાણી આ યાદીના ટોપ-15માં સામેલ બીજા ભારતીય છે. મુકેશ અંબાણીની નેટવર્થ $1.01 બિલિયન વધીને $108 બિલિયન (રૂ. 8.96 લાખ કરોડ) થઈ છે. તે અબજોપતિઓની યાદીમાં 11મા નંબરે છે.
ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે
ઈલોન મસ્ક 205 અબજ ડોલર એટલે કે રૂ. 17.01 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. મસ્ક પછી, જેફ બેઝોસ $196 બિલિયન (16.01 લાખ કરોડ)ની નેટવર્થ સાથે બીજા સ્થાને છે અને બર્નાર્ડ આર્નોલ્ટ $186 બિલિયન (15.43 લાખ કરોડ)ની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.
હિંડનબર્ગે સ્ટોક મેનીપ્યુલેશન જેવા આક્ષેપો કર્યા હતા
24 જાન્યુઆરી, 2023ના રોજ, હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ સામે મની લોન્ડરિંગથી લઈને સ્ટોક મેનીપ્યુલેશન સુધીના આરોપો મૂક્યા હતા. આ પછી અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, જૂથે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબીને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.