મુંબઈ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અદાણી ગ્રૂપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે આજે (22 ઓક્ટોબર) જાહેરાત કરી હતી કે તે ઓરિએન્ટ સિમેન્ટ લિમિટેડ (OCL)માં રૂ. 8,100 કરોડમાં 46.8% હિસ્સો ખરીદશે. આ ડીલ OCLના પ્રમોટરો અને કેટલાક પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી રૂ. 395.4 પ્રતિ શેરના દરે સ્ટોક ખરીદીને પૂર્ણ કરવામાં આવશે.
અંબુજા સિમેન્ટ્સે જણાવ્યું હતું કે 2 તબક્કામાં આ હસ્તગત કરશે. અંબુજા સિમેન્ટ OCLના પ્રમોટર્સ પાસેથી 37.9% અને અમુક પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી 8.9% હિસ્સો મેળવશે. આ પછી કંપની 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર શરૂ કરશે. ઓરિએન્ટ સિમેન્ટ સીકે બિરલા ગ્રુપની કંપની છે. આ ડીલ 395.4 રૂપિયા પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે.
અલ્ટ્રાટેક સિમેન્ટનો શેર 0.69%ની તેજી
અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં આજે 0.69%ની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેરમાં છેલ્લા 5 દિવસમાં 2.73% અને 1 મહિનામાં 8.51%નો ઘટાડો જોવા મળ્યો છે. તેમજ, અલ્ટ્રાટેક સિમેન્ટે છેલ્લા 1 વર્ષમાં 31.45% રિટર્ન આપ્યું છે.
ઓરિએન્ટ સિમેન્ટના શેરમાં 1.50%નો ઘટાડો
ઓરિએન્ટ સિમેન્ટના શેરમાં 1.50%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. કંપનીના શેરમાં છેલ્લા 5 દિવસમાં 14.27% અને 1 મહિનામાં 19.50%નો વધારો જોવા મળ્યો છે. જ્યારે, ઓરિએન્ટ સિમેન્ટે છેલ્લા 1 વર્ષમાં 79.08% વળતર આપ્યું છે.
આ નવી ડીલ હેઠળ ઓરિએન્ટ સિમેન્ટની ખરીદીથી અદાણી સિમેન્ટની ક્ષમતામાં વાર્ષિક 1.66 કરોડ ટનનો વધારો થશે. ઉલ્લેખનીય છે કે અદાણી સિમેન્ટ આ ક્ષેત્રમાં અંબુજા સિમેન્ટ દ્વારા કારોબાર કરે છે.