નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસવીર શેર કરી છે. જેમાં તેઓ તેમની પૌત્રી કાવેરી, જે પરિધિ અને કરણ અદાણીની ત્રીજી પુત્રી છે. તસવીર શેર કરતી વખતે અદાણીએ લખ્યું, ‘આ આંખની ચમક આગળ દુનિયાની તમામ સંપત્તિ ઝાંખી છે.’
આ તસવીર લંડનના સાયન્સ મ્યુઝિયમમાં અદાણી ગ્રીન એનર્જીની નવી ગેલેરીમાં લેવામાં આવી છે. તેમાં ગૌતમ અદાણી પોતાની પૌત્રીને વ્હાલ કરી રહ્યા છે. બેકગ્રાઉન્ડમાં ગૌતમ અદાણીનાં પત્ની અને કાવેરીના માતા-પિતા પણ સ્મિત કરતા નજરે પડી રહ્યાં છે.
કુટુંબ મારા માટે શક્તિનો મોટો સ્ત્રોત છે
ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, ‘મને મારી પૌત્રીઓ સાથે સમય પસાર કરવો ગમે છે. તેઓ મારા તણાવને દૂર કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે. મારી પાસે માત્ર બે દુનિયા છેઃ કામ અને પરિવાર. મારા માટે પરિવારની તાકત જ એક મોટો સ્ત્રોત છે.
વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી 17મા સ્થાને
ફોર્બ્સની રીયલ ટાઇમ બિલિયોનેર્સની યાદીમાં ગૌતમ અદાણી ₹7.06 લાખ કરોડની નેટવર્થ સાથે વિશ્વના 17મા સૌથી ધનિક વ્યક્તિ છે. આ યાદીમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી ₹9.70 લાખ કરોડની નેટવર્થ સાથે 11મા સ્થાને છે. જ્યારે, બર્નાર્ડ આર્નોલ્ટ એન્ડ ફેમિલી ₹18.99 લાખ કરોડની નેટવર્થ સાથે પ્રથમ સ્થાને છે.