15 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત મોટા કડાકા સાથે થઇ હતી. વૈશ્વિક સ્તરે ઈરાને ઈઝરાયલ વિરૂદ્ધ 300થી વધુ મિસાઈલ લોન્ચ કરતા ઈરાન અને ઈઝરાયલના વધતા તણાવના પગલે એશિયા-પેસિફિક બજારોમાં ઘટાડા સાથે આજે ભારતીય શેરબજારમાં પણ કડાકો જોવા મળ્યો હતો.
ગત સપ્તાહે અમેરિકામાં ફુગાવાનો આંક વધીને આવતાં અને ક્રુડ ઓઈલના ભાવોમાં ગરમીને પરિણામે વૈશ્વિક બજારોમાં નરમાઈ સાથે આજે ભારતીય શેરબજારમાં પણ વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્સનના કરને ફોરેન ફંડો શેરોમાં જંગી વેચવાલી કરતાં ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાઈ ગયો હતો.
અમેરિકામાં આ વર્ષે ત્રણ વખત વ્યાજ દરમાં ઘટાડાના અગાઉના અંદાજ સામે હવે ફુગાવો વધતાં જૂનમાં પણ વ્યાજ દર ઘટાડો થવા વિશે શંકા સાથે યુરોપીય સેન્ટ્રલ બેંકે વ્યાજ દર યથાવત રાખતાં વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. બીજી તરફ ભારત સરકાર દ્વારા મોરિશિયસ માર્ગે આવતાં વિદેશી રોકાણ પર ચાંપતી નજર રાખવાના અને બન્ને દેશો વચ્ચેની સંધિમાં ફેરફાર થવાના અહેવાલ વચ્ચે આજે સાવચેતીમાં ફંડો હળવા થયા હતા.
બીએસઈ સેન્સેક્સ 845 પોઈન્ટના ઘટાડા સાથે 73399 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો તેમજ નિફ્ટી ફ્યુચર 237 પોઈન્ટના ઘટાડા સાથે 22364 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર 885 પોઈન્ટના ઘટાડા સાથે 47828 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 1.50 % અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.54% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓઈલ એન્ડ ગેસ તેમજ એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4049 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2991 અને વધનારની સંખ્યા 913 રહી હતી, 145 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 421 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 277 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં નેસલે ઈન્ડિયા 1.22%, મારુતી સુઝુકી ઈન્ડિયા 1.14% અને ભારતી એરટેલ 0.16% વધ્યા હતા, જ્યારે વિપ્રો 2.47%, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.37%, બજાજ ફિનસર્વ 2.15%, લાર્સન એન્ડ ટુબ્રો 2.10% અને બજાજ ફાઈનાન્સ 2.09% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 5.05 લાખ કરોડ ઘટીને 394.63 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 3 કંપનીઓ વધી અને 27 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22364 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22188 પોઇન્ટના પ્રથમ અને 22088 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22404 પોઇન્ટથી 22474 પોઇન્ટ, 22505 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22088 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47828 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48008 પોઇન્ટના પ્રથમ અને 48373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47737 પોઇન્ટથી 47676 પોઇન્ટ, 47606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ( 2060 ) :- મહિન્દ્રા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2033 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2018 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2078 થી રૂ.2085 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2100 ઉપર તેજી તરફી ધ્યાન.
ભારતી એરટેલ ( 1231 ) :- ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.1247 થી રૂ.1250 ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.1208 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એસબીઆઈ લાઈફ ( 1474 ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1500 ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1460 થી રૂ.1447 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
ઈન્ફોસિસ લિ. ( 1471 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1488 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1463 થી રૂ.1450 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1500 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા….
જીઓપોલિટીકલ ટેન્શનમાં ઈઝરાયેલના હમાસ સાથે ગાઝામાં યુદ્ધ બાદ હવે ઈરાન સાથે નવો મોરચો ખુલવાની અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાને લઈ વૈશ્વિક બજારોની સેન્ટીમેન્ટ ડહોળાયું છે. યુદ્ધને પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી ઉછાળો આવતા અને અમેરિકા સહિતમાં ફુગાવો ફરી માથું ઉંચકતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં હવે વિલંબ થવાની મૂકાતી શકયતા સાથે સ્થાનિકમાં પણ લોકસભા ચૂંટણીને કારણે સરકાર પેટ્રોલ, ડિઝલના ભાવ વધારો કરી શકે એમ નથી, એટલે હાલ તુરત ફુગાવાને કૃત્રિમ રીતે કાબૂમાં રાખવામાં આવશે. પરંતુ ચૂંટણી બાદ જો ક્રુડના ભાવ સતત વધતાં રહી 100 ડોલર પાર થશે તો ફયુલના ભાવમાં વધારો અનિવાર્ય બની જશે. જેથી અર્થતંત્ર અને બજારો માટે ક્રુડનું પરિબળ મહત્વનું બની રહેશે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની ઉથલપાથલ અને જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે ભારતીય શેરબજાર પૂરેપૂરુ ઈલેક્શન ફિવરમાં આવી જતા આગામી દિવસોમાં દરેક ઉછાળે સાવચેતી યથાવત રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.