34 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકન શેરબજારોમાં તેજી સાથે આજે એશિયાઈ બજારો અને યુરોપિયન બજારોમાં પણ તેજી તરફી વલણ તેમજ ભારતીય અર્થતંત્રમાં પોઝીટીવ અહેવાલોના પગલે ફંડો, ખેલાડીઓ તેમજ એચએનઆઇ ઇન્વેસ્ટરો દ્વારા હેવી વેઇટ શેરોમાં હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આજે સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે રોકાણકારોનું માનસ પણ પોઝિટિવ રહેતા સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં અવિરત ખરીદી નોંધાતા પણ સુધારા તરફી આગેકૂચ જોવા મળી છે.
કોર્પોરેટ પરિણામોની સીઝનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક અપેક્ષિત સાધારણ પરિણામ જાહેર થતા ફંડોની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ લિ., ઈન્ફોસીસ લિ., ભારતી એરટેલ અને મારુતિ સુઝુકી શેરોમાં વેચવાલી સામે બેન્કીંગ શેરોમાં કોટક બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક તેમજ ફ્રન્ટલાઈન ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સેન લિ., પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી લિ. અને બજાજ ફાઈનાન્સની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ, નિફટી ફ્યુચર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે 73852 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 48 પોઈન્ટના ઉછાળા સાથે 22420 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 198 પોઈન્ટના ઉછાળા સાથે 48190 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા મેટલ, કોમોડિટીઝ, ઇન્ડસ્ટ્રીયલ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, સર્વિસીસ અને એનર્જી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.92% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.79% વધીને બંધ રહ્યા હતા. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 0.41 અને બીએસઈ એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ 1.92% વધ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલેકોમ્યુંનીકેશન, ટેક અને આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3929 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1567 અને વધનારની સંખ્યા 2253 રહી હતી, 109 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 1.73 લાખ કરોડ વધીને 401.37 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 17 કંપનીઓ વધી અને 13 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22420 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22474 પોઇન્ટના પ્રથમ અને 22606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22373 પોઇન્ટથી 22330 પોઇન્ટ, 22303 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48190 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48474 પોઇન્ટના પ્રથમ અને 48606 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48088 પોઇન્ટથી 48008 પોઇન્ટ, 47880 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ભારતી એરટેલ ( 1335 ) :- રૂ.1303 નો પ્રથમ તેમજ રૂ.1290 બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1347 થી રૂ.1354 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
એક્સિસ બેન્ક ( 1064 ) :- રૂ.02 ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.1044 સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક પ્રાઈવેટ બેન્ક સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.1073 થી રૂ.1080 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
કોટક મહિન્દ્ર બેન્ક ( 1839 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઈવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1873 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1828 થી રૂ.1818 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1880 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એસબીઆઈ લાઈફ ( 1455 ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1480 ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1440 થી રૂ.1424 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
બજારની ભાવિ દિશા….
ત્રો, ભારતનું અર્થતંત્ર સારી કામગીરી દર્શાવી રહ્યું છે અને વિશ્વનું ઉજળુ મથક તરીકે જળવાઈ રહ્યું છે. ચૂંટણીના વર્ષમાં રાજકોષિય શિસ્તતા જાળવી રાખવા બદલ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે (આઈએમએફ) ભારતની પ્રશંસા કરી હતી. હાલના સમયે, ભારતનું અર્થતંત્ર સારી કામગીરી કરી રહ્યું છે. 6.80%નો આર્થિક વિકાસ દર સારો છે. ફુગાવો નીચે આવી રહ્યો છે. ફુગાવો તેના ટાર્ગેટ સ્તરે આવે અને લાંબો સમય સુધી આ સ્તરે ટકી રહે તેની ખાતરી રાખવાની રહેશે.
ફન્ડામેન્ટલ્સ સારા જણાઈ રહ્યા છે. સામાન્ય રીતે ચૂંટણીના વર્ષમાં દેશો રાજકોષિય સાહસો ખેડતા હોય છે, પરંતુ ચૂંટણીના વર્ષમાં રાજકોષિય શિસ્તતા જાળવી રાખવી એ ઘણું વખાણવાને લાયક છે. મજબૂત મેક્રો ફન્ડામેન્ટલ્સના આધારે જે દેશોનો વિકાસ થતો હોય છે અને ટકાઉ વિકાસ થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અનેક આંચકાઓમાંથી સફળતાપૂર્વક પસાર થઈ શકયું છે. વિશ્વમાં તે એક ઝડપથી વિકસતું અર્થતંત્ર બની શકયું છે. વર્તમાન નાણાં વર્ષ માટે આઈએમએફે ભારતનો આર્થિક વિકાસ દર 6.80% રહેવા અંદાજ મૂકયો છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.