52 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈઝરાયલ – ઈરાન યુદ્ધ તેમજ મધ્ય – પૂર્વીય તણાવ ઠંડા પડતાં બીજી બાજુ સ્થાનીય સ્તરે ટોચની આઈટી કંપનીઓએ અપેક્ષા કરતાં મજબૂત પરિણામો જારી કરતાં કોર્પોરેટ કમાણી સકારાત્મક રહેવાનો આશાવાદ સાથે ભારતીય બજારમાં સપ્તાહની શરૂઆત સુધારા સાથે કરી છે. વૈશ્વિક બજારોમાં સુધારા સાથે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજો એ આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થયા બાદ વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ઈન્ફ્રા અને પ્રાઈવેટ બેન્કોના શેરોમાં મોટાપાયે ખરીદી જોવા મળી છે.
મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ સુધારા તરફી આગેકૂચ જોવા મળી છે. આ સપ્તાહે અમેરિકાના ગ્રોથ ડેટા અને ફેડ રિઝર્વ દ્વારા ફુગાવાની નવી આંકરણી તેમજ ઓસ્ટ્રેલિયા અને મલેશિયાના ફુગાવા સંબંધિત આંકડાઓ પર ભારતીય શેરબજારની નજર રહેશે.
ફંડોની એચડીએફસી બેન્ક, એનટીપીસી લિ., જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને ટાટા સ્ટીલ શેરોમાં વેચવાલી સામે બેન્કીંગ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેન્ક, એક્સિસ બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, કોટક બેન્ક તેમજ ફ્રન્ટલાઈન લાર્સેન લિ., ઇન્ફોસિસ લિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઈનાન્સ, ટીસીએસ લિ. ની આગેવાનીએ ફંડોએ ખરીદી કરતાં બીએસઇ સેન્સેક્સ, નિફટી ફ્યુચર પોઝિટીવ ઝોનમાં બંધ રહ્યા હતા. ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો દ્વારા કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ, કેપિટલ ગુડ્સ, સર્વિસીસ, ટેલિકોમ્યુનિકેશન, હેલ્થકેર, ફાઈનાન્શિયલ સર્વિસીસ અને કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરોમાં ભારે ખરીદી કરતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ 560 પોઈન્ટના ઉછાળા સાથે 73648 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો તેમજ નિફ્ટી ફ્યુચર 264 પોઈન્ટના ઉછાળા સાથે 22393 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર 445 પોઈન્ટના ઉછાળા સાથે 48021 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.93% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.26% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટીલીટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4057 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1283 અને વધનારની સંખ્યા 2621 રહી હતી, 153 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 4.41 લાખ કરોડ વધીને 397.86 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 25 કંપનીઓ વધી અને 5 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22393 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22474 પોઇન્ટના પ્રથમ અને 22505 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22303 પોઇન્ટથી 22272 પોઇન્ટ, 22202 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22474 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48021 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48404 પોઇન્ટના પ્રથમ અને 48575 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47979 પોઇન્ટથી 47808 પોઇન્ટ, 47676 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48575 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
સન ફાર્મા ( 1542 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1508 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1490 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1564 થી રૂ.1570 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1577 ઉપર તેજી તરફી ધ્યાન.
ભારતી એરટેલ ( 1302 ) :- રૂ.1280 નો પ્રથમ તેમજ રૂ.1273 બીજા સપોર્ટથી ટેલિકોમ – સેલ્યુલર એન્ડ ફિક્સ્ડ લાઇન સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1318 થી રૂ.1333 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
મુથુત ફાઈનાન્સ ( 1641 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ નોન બેંકિંગ ફાયનાન્સિયલ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.1664 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1626 થી રૂ.1610 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1674 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એસબીઆઈ લાઈફ ( 1481 ) :- લાઈફ ઈન્સ્યુરન્સ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.1508 ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.1467 થી રૂ.1455 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ફુગાવાને લઈને અનિશ્ચિતતા હજુ ચાલુ છે અને આગળ જતા ખાધાખોરાકીના ભાવ ફુગાવાના આઉટલુક પર દબાણ ચાલુ રાખશે તેવો બેઠકનો સામાન્ય મત રહ્યો હતો. એમપીસીના એક બહારી સભ્ય જયંત શર્મા સિવાય દરેક સભ્યોએ રેપો રેટ જાળવી રાખવાની તરફેણ કરી હતી. ખાધાખોરાકીના ઊંચા ભાવ ફુગાવાને નીચે લાવવાના રિઝર્વ બેન્કના પગલાંમાં ખલેલ પહોંચાડી રહ્યા છે. એપ્રિલના પ્રારંભમાં યોજાઈ ગયેલી એમપીસીની બેઠકમાં સતત સાતમી વખત રેપો રેટ 6.50% જાળવી રખાયો હતો. કલાયમેટ ચેન્જના આંચકા ખાધાખોરાકીના ભાવમાં વધારા તરફી જોખમને બળ આપી રહ્યા છે.
એપ્રિલના પ્રારંભમાં યોજાઈ ગયેલી વર્તમાન નાણાં વર્ષની પ્રથમ દ્વીમાસિક બેઠકમાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ના મોટાભાગના સભ્યોએ ફુગાવા સામે લડત ચાલુ રાખવાનો મત વ્યકત કર્યો હતો અને ફુગાવો ટાર્ગેટ સ્તર સુધી નીચે નહીં આવે ત્યાંસુધી સખત નાણાં નીતિ ચાલુ રહેશે એમ બેઠકની જારી થયેલી મિનિટસ પરથી કહી શકાય એમ છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.