મુંબઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતની આર્થિક રાજધાની મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બની ગઈ છે. મુંબઈએ પહેલીવાર ચીનની રાજધાની બીજિંગને પછાડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અહીં 603 સ્ક્વેર કિલોમીટરનાં વિસ્તારમાં 92 અબજોપતિ રહે છે, જ્યારે બીજિંગના 16,000 કિલોમીટરમાં 91 અબજોપતિ છે.
હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં મુંબઈમાં 26 નવા લોગો અબજોપતિ બન્યા છે, જ્યારે બીજિંગમાં આ દરમિયાન 18 લોકો આ લિસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ચીનમાં 814 બિલેનિયર રહે છે, જ્યારે ભારતમાં 271 બિલેનિયર છે.
ન્યૂયોર્ક અને લંડન પછી દુનિયામાં ત્રીજા સ્થાને
મુંબઈ હવે ગ્લોબલી આ લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. પહેલા નંબર પર ન્યૂયોર્ક છે, અહીં 119 બિલેનિયર રહે છે, જ્યારે લંડન બીજા નંબર પર છે, અહીં 97 લોકો અબજોપતિ છે. બિલેનિયર એવા લોકોને કહેવામાં આવે છે જેમની પાસે 1 બિલિયન ડોલર એટલે લગભગ 8,333 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ છે.
92 લોકો પાસે 445 બિલિયન ડોલરની સંપત્તિ
રિપોર્ટ પ્રમાણે, મુંબઈના ટોટલ 92 લોકોની સંપત્તિ એક વર્ષમાં 47% વધીને 445 બિલિયન ડોલર થઈ ગઈ છે. ત્યાં જ, ચીનની રાજધાનીમાં બિલેનિયરોની વેલ્થ 28% ઘટીને 265 બિલિયન ડોલર રહી ગઈ છે.
દુનિયાના ટોપ 20 અમીરોમાં માત્ર 2 ભારતીય
ભારતમાં હાલ 271 બિલેનિયર્સ છે. પરંતુ, દુનિયાના ટોપ 20 અમીરોમાં માત્ર બે ભારતીય છે. તેમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 9.43 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 11મા સ્થાને છે. ત્યાં જ, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી આ લિસ્ટમાં 18મા સ્થાને છે, તેમની પાસે 6.73 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.