મુંબઈ47 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ આજે શનિવારે (3 ફેબ્રુઆરી) નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ત્રિમાસિક (ઓક્ટોબર-ડિસેમ્બર)ના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. Q3FY24માં બેંકનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે (YoY) 35% ઘટીને રૂ. 9,163 કરોડ રહ્યો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તે રૂ. 14,205 કરોડ હતો.
જો કે, બેન્કે FY24 ના પ્રથમ 9 મહિનામાં રૂ. 40,378 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. નાણાકીય વર્ષ 23ના પ્રથમ 9 મહિનામાં આ રૂ. 33,538 કરોડના સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ કરતાં 20.40% વધુ છે.
ત્રીજા ક્વાર્ટરમાં બેન્કની વ્યાજની આવક વાર્ષિક ધોરણે (YoY) 22% વધીને રૂ. 105,733.78 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 86,616.04 કરોડ હતી.
નેટ ઈંટરેસ્ટ ઈન્કમ રૂ. 39,815 કરોડ રહી
બેન્કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 66,918 કરોડનું ઈંટરેસ્ટનું પેમેન્ટ કર્યું છે. Q3માં દેશની સૌથી મોટી બેંકની નેટ ઈંટરેસ્ટ ઈન્કમ (NII) રૂ. 39,815 કરોડ રહી હતી.
FY24 ના પ્રથમ 9 મહિનામાં બેંકનો NIM 1 bps થી ઘટીને 3.28% થયો છે. જ્યારે FY24 ના પ્રથમ 9 મહિનામાં બેંકનો સ્થાનિક NIM વાર્ષિક ધોરણે 8 bps ઘટીને 3.41% થયો હતો.
ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ 2.42% રહી
બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) 2.42% રહી, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 3.14% હતી. બીજી તરફ, ડિસેમ્બર ક્વાર્ટર માટે નેટ એનપીએ ગયા વર્ષના 0.77%ની સરખામણીએ 0.64% રહી હતી.
શુક્રવારે SBIનો શેર 0.05% વધીને 648 રૂપિયા પર બંધ થયો હતો. બેંકનું માર્કેટ કેપ 5.8 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.