નવી દિલ્હી26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગૌતમ સિંઘાનિયાએ 13 નવેમ્બરે પોતાની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી હતી. (ફાઇલ ફોટો)
ગારમેન્ટ્સ અને એપેરલ કંપની રેમન્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે તેમની પર્સનલ લાઈફને તેમના બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યું, ‘અમારી વચ્ચે જે કંઈ પણ થયું તેના પર હું કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. હું મારા બિઝનેસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરું છું અને પરિણામો પર નજર રાખીશ.
ખરેખરમાં, સિંઘાનિયાએ 13 નવેમ્બર 2023ના રોજ તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયાથી અલગ થવાની જાહેરાત કરી હતી. હાલમાં જ રેમન્ડ ગ્રુપની ત્રણ કંપનીઓએ નવાઝ મોદીને તેમના બોર્ડમાંથી હટાવી દીધા છે.
JK ઇન્વેસ્ટર્સ લિમિટેડ (JKI), રેમન્ડ કન્ઝ્યુમર કેર (RCCL) અને સ્માર્ટ એડવાઇઝરી એન્ડ ફિનસર્વે 31 માર્ચે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) દ્વારા નવાઝ મોદીને બોર્ડમાંથી હાંકી કાઢી છે. જ્યારે સિંઘાનિયાને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે વિશ્વાસના અભાવને કારણે કેટલીક કંપનીઓએ તેને બોર્ડમાંથી હટાલી દીધી છે.
સિંઘાનિયાએ કહ્યું- મારી પર્સનલ લાઈફ તે મારું જીવન છે
ઈકોનોમિક્સ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ગૌતમ સિંઘાનિયાએ કહ્યું કે તમામ બિઝનેસ વધી રહ્યા છે. મારી પર્સનલ લાઈફ તે મારું અંગત જીવન છે, હું તેનો સામનો કરીશ. મારી બે સુંદર પુત્રીઓ છે અને તેમના હિતમાં મેં ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. મારી પર્સનલ લાઈફને બિઝનેસ સાથે કોઈ લેવાદેવા નથી.
₹10,000 કરોડનું રેમન્ડ ગ્રુપ ઝડપથી આગળ વધી રહ્યું છે
ગૌતમ સિંઘાનિયાએ કહ્યું કે ₹10,000 કરોડનું રેમન્ડ ગ્રુપ ઝડપથી આગળ વધી રહ્યું છે. લાઈફસ્ટાઈલ ડિવિઝન-એપેરલ અને ફેબ્રિકનો તેમાં મોટો હિસ્સો છે. તેમણે જૂથના સંગઠન માળખા વિશે પણ વાત કરી.
સિંઘાનિયાએ કહ્યું- અમે ઓર્ગેનાઈઝેશનમાં ફેરફાર કર્યા છે અને અમારી પાસે મજબૂત ગવર્નિંગ બોર્ડ છે. અમે છેલ્લા 36 મહિનામાં બોર્ડમાં નવા સભ્યો આવ્યા છે. અમારી પાસે દરેક બિઝનેસમાં સીઈઓ છે અને જેમ જેમ ધંધો વધશે તેમ તેમ તેમને SBUs (સ્ટેટિસ્ટિક્સ બિઝનેસ યુનિટ્સ)માં ડિવાઈડ કરવામાં આવશે.
નવાઝ મોદી અલગ કરવા બદલ પ્રોપર્ટીમાં 75% હિસ્સો માંગે છે
રિપોર્ટ અનુસાર, ગૌતમ સિંઘાનિયાના અલગ થવાની જાહેરાત બાદ નવાઝ મોદીએ અલગ થવાની શરત રાખી છે. તેણે કુલ 1.4 અબજ ડોલર (લગભગ 11 હજાર કરોડ રૂપિયા)ની સંપત્તિમાં 75% હિસ્સો માંગ્યો છે.
આ પછી, ગયા વર્ષે 22 નવેમ્બરે, રેમન્ડના શેર BSE પર ₹1,666ની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જો કે ત્યાર બાદ શેરમાં સુધારો જોવા મળ્યો છે. આજે રેમન્ડનો શેર લગભગ 3% ના ઘટાડા સાથે 2,161 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
સિંઘાનિયાનાં કપડાં, રિયલ એસ્ટેટ સહિત અનેક બિઝનેસ છે
ગૌતમ સિંઘાનિયા રેમન્ડ ગ્રુપનાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ લગભગ 11 હજાર કરોડ રૂપિયા છે. રેમન્ડ ગ્રુપ પાસે કપડાં, ડેનિમ, કન્ઝ્યુમર કેર, એન્જિનિયરિંગ અને રિયલ એસ્ટેટ સહિતના વ્યવસાયો છે. ગ્રુપની રેડીમેડ ગાર્મેન્ટ માર્કેટમાં મજબૂત હાજરી છે. તે ડેનિમ શ્રેણીમાં પણ અગ્રણી મેન્યુફેક્ચરર છે. કંપની ઉચ્ચ ગુણવત્તાની ડેનિમ સપ્લાય કરે છે.
- ગૌતમ નાનપણથી જ કારનો ક્રેજી રહ્યા છે. આ સમજીને તેના પિતાએ તેને તેના 18મા જન્મદિવસે પ્રીમિયર પદ્મિની 1100 કાર ભેટમાં આપી હતી.
- ગૌતમ સિંઘાનિયા ટેસ્લા મોડલ સહિત અનેક કારના માલિક છે
- ગૌતમ સિંઘાનિયાએ 1999માં નવાઝ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલાં બંને 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા.
- 2005માં ગૌતમ સિંઘાનિયાએ મુંબઈના બાંદ્રામાં ‘પોઈઝન’ નામની નાઈટ ક્લબ ખોલી હતી. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સિંઘાનિયા પરિવારની ખાસ મિત્ર છે.
- ગૌતમનું મહારાષ્ટ્રના અલીબાગમાં ફાર્મહાઉસ પણ છે, જ્યાં તે દર વર્ષે તેના મિત્રો અને પરિવાર માટે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરે છે.
ગૌતમ સિંઘાનિયા રેમન્ડ એન્ડ પાર્ક એવન્યુ કંપનીના માલિક છે. આ બિઝનેસની શરૂઆત તેમના પિતા વિજયપત સિંઘાનિયાએ કરી હતી.
નવાઝના પિતા લગ્ન માટે તૈયાર નહોતા
ગૌતમે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પારસી યુવતીને પોતાની પત્ની બનાવવી સરળ નથી. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા, પરંતુ તેમની પુત્રીની જીદ સામે તેમને ઝૂકવું પડ્યું હતું. લગ્ન પછી પણ સાંસ્કૃતિક મતભેદોને કારણે ગૌતમ અને નવાઝે ઘણાં એડજસ્ટમેન્ટ કરવા પડ્યાં હતાં.
ગૌતમનો તેના પિતા વિજયપત સિંઘાનિયા સાથે પણ વિવાદ થયો છે. ગૌતમ સિંઘાનિયા પર તેમના પિતાને ઘરમાંથી કાઢી મૂકવાનો પણ આરોપ છે. વિજયપત સિંઘાનિયાએ રેમન્ડ્સનો પાયો નાખ્યો હતો.
ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીનાં લગ્ન 1999માં થયાં હતાં. નવાઝના પિતા આ માટે તૈયાર નહોતા.
ગૌતમ સિંઘાનિયા અને નવાઝ મોદીને બે દીકરી છે. તેમનાં નામ નિહારિકા અને નિશા છે.