40 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન આજકાલ તેની પ્રોફેશનલ લાઇફ કરતાં પર્સનલ લાઈફના કારણે વધુ ચર્ચામાં છે. આમિર ખાને તાજેતરમાં જ તેના જન્મદિવસ પર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ વિશે મીડિયા સાથે વાત કરી હતી. તેણે કહ્યું, ગૌરી અને હું 25 વર્ષ પહેલાં મળ્યાં હતાં અને હવે અમે રિલેશનશિપમાં છીએ. અમે એકબીજા પ્રત્યે ખૂબ જ સિરિયસ અને કમિટેડ છીએ. અમે દોઢ વર્ષથી સાથે છીએ. એવામાં આમિર હાલમાં મકાઉ ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૈટ સાથે જોવા મળ્યો હતો.
આમિર-ગૌરીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. રિલેશનશિપની જાહેરાત બાદ આ પહેલી ઈવેન્ટ છે જેમાં બંને સાથે જોવા મળ્યાં. એક્ટરે મકાઉ ફિલ્મ ફેસ્ટિવલમાં ગર્લફ્રેન્ડના હાથોમાં હાથ નાખી એન્ટ્રી મારી હતી. આ દરમિયાન, આમિરે બ્લેક કુર્તા-પાયજામા અને બ્લેક-ગોલ્ડન શાલથી લુક પૂર્ણ કર્યો હતો, જ્યારે ગૌરી સ્પ્રેટે ફ્લોરલ પ્રિન્ટ સાડી પહેરી હતી. ગૌરીની સાદગીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
જે વીડિયો સામે આવ્યો છે તેમાં આમિર ખાન રેડ કાર્પેટ પર તેની ગર્લફ્રેન્ડ સાથે પાપારાઝીને પોઝ આપે છે. એક વીડિયોમાં બંને દીલ બનાવી પોઝ આપતા જોવા મળ્યા હતા તો બીજા વીડિયોમાં ગૌરી સતત આમિર તરફ પ્રેમથી જોઈ રહી છે.

એક્ટર આમિર-ગૌરી સાથે શેન ટેંગ અને મા લી (ચીની કોમોડિયન કલાકાર)
આમિર-ગૌરીની ફિલ્મ ફેસ્ટિવલની તસવીરો જુઓ-

ઇન્ટરનેશનલ કોમેડી ફિલ્મ ફેસ્ટિવલમાં આમિર-ગૌરીની હાજરી

આમિર ખાને ગૌરી સાથે દિલ બનાવી પોઝ આપ્યો

ચીની કલાકારો સાથે આમિર-ગૌરીની હાજરી

આમિર ખાનને માસ્ટર હ્યુમર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો
14 માર્ચે આમિર ખાને મીડિયા સાથે પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ સમય દરમિયાન, તેણે ગૌરીનો પરિચય મીડિયા સાથે કરાવ્યો અને રિલેશનશિપની સત્તાવાર રીતે પુષ્ટિ કરી હતી. જોકે, આ સમયે આમિરે મીડિયાને ગૌરીનો ફોટો ક્લિક ન કરવા વિનંતી કરી હતી.

12 માર્ચે આમિરે પ્રી-બર્થ-ડે પાર્ટીમાં ગૌરીનો પરિચય સલમાન અને શાહરુખ સાથે કરાવ્યો હતો
જાણો, કોણ છે આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરી-
- ગૌરી સ્પ્રેટ બેંગલુરુની છે અને હાલમાં આમિર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી રહી છે.
- ગૌરી એંગ્લો-ઇન્ડિયન છે. તેની માતા પંજાબી-આઇરિશ છે અને પિતા તમિલ-બ્રિટિશ છે, જ્યારે તેમના દાદા સ્વાતંત્ર્ય સેનાની હતા. આમિરના કહેવા પ્રમાણે, ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ તેમના એક પુસ્તકમાં ગૌરીના દાદા વિશે લખ્યું છે.
- બ્લૂ માઉન્ટેન સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી ગૌરીએ યુનિવર્સિટી ઓફ આર્ટ્સ લંડનમાંથી ફેશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફીમાં FDA (આર્ટ્સમાં ફાઉન્ડેશન ડિગ્રી) કરી.
- ગૌરી એક ઉદ્યોગસાહસિક છે જે હેરડ્રેસિંગના પ્રોફેશન સાથે જોડાયેલી છે.
- ગૌરી પહેલાંથી જ પરિણીત હતી અને તેને 6 વર્ષનો દીકરો પણ છે.

ગૌરી સ્પ્રેટની તસવીર