12 કલાક પેહલા
- કૉપી લિંક
આમિર ખાન અને કિરણ રાવે મંગળવારે સાંજે મુંબઈમાં તેમની આગામી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ના પ્રીમિયરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે સની દેઓલ, રાજકુમાર સંતોષી, કાજોલ, કરન જોહર, રાધિકા આપ્ટે અને આશુતોષ ગોવારીકર સહિત ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. આમિરના પરિવારમાંથી તેની પુત્રી આયરા, જમાઈ નૂપુર શિખરે અને જેન મેરી પણ અહીં હાજર હતા.




કિરણે કરનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
આ પ્રસંગે આમિરની પૂર્વ પત્ની કિરણ રાવે ડિરેક્ટર કરન જોહરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ સ્ક્રિનિંગમાં એક સમયે આમિરના સ્પર્ધક રહેલા સની દેઓલ પણ પહોંચ્યા હતા. તે ડિરેક્ટર રાજકુમાર સંતોષી સાથે જોવા મળ્યો હતો. ઈવેન્ટ દરમિયાન આમિર ત્યાં હાજર ફેન્સ સાથે સેલ્ફી લેતો જોવા મળ્યો હતો.











સ્પર્શ શ્રીવાસ્તવ, પ્રતિભા રાંતા, નિતાંશી ગોયલ અને રવિ કિશન સ્ટારર ફિલ્મ ’લાપતા લેડીઝ’ 1 માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.