10 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં એક્ટર્સની વધતી ફી અને બજેટનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કરણ જોહર અને અનુરાગ કશ્યપે એક્ટર્સની વધતી ફી પર ચિંતા વ્યક્ત કરી છે. હવે અનિલ કપૂરે પણ ફિલ્મના બજેટ, કલાકારોની ફી અને બિનજરૂરી માગણીઓ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, કલાકારોની ઊંચી ફીના કારણે ફિલ્મના બજેટને ઘણી અસર થાય છે. એવું ઘણી વખત બન્યું કે મેં નિર્માતાઓને ટેકો આપવા માટે ફી ન લીધી હોય
‘બિગ બોસ ઓટીટી સિઝન 3’ હોસ્ટ કરી રહેલા અનિલ કપૂરે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું – ‘કલાકારોની ઊંચી ફીના કારણે ફિલ્મના બજેટ પર ઘણી અસર થાય છે. જેથી નિર્માતા વધુને વધુ ફિલ્મો બનાવી શકે, કલાકારોએ તેમની ફી અને બિનજરૂરી માગણીઓ વિશે વિચારવું જોઈએ.’
અનિલ કપૂરે કહ્યું, ‘મેં પૈસા લીધા વગર પણ ફિલ્મો કરી છે. એવું ઘણી વખત બન્યું કે મેં નિર્માતાઓને ટેકો આપવા માટે ફી ન લીધી. આજે તમામ કલાકારો અને ટેકનિશિયનોએ તેમની ફી વિશે વિચારવું જોઈએ. ફિલ્મ જેટલા ઓછા બજેટમાં બનશે, તેટલી વધુ ફિલ્મો નિર્માતાઓ બનાવી શકે છે.
નિર્માતા તરીકે અનિલ કપૂરે ‘બધાઈ હો બધાઈ’, ‘ગાંધી માય ફાધર’, ‘આયેશા’, ‘વીરે દી વેડિંગ’ અને ‘ખૂબસૂરત’ સહિત ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. આ ફિલ્મોના નિર્માણ દરમિયાન તેમને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડ્યો હતો. અનિલ કપૂરે કહ્યું, ‘ઉંચી ફીના કારણે બજેટને ઘણી અસર થાય છે. મેં એક નિર્માતા તરીકે આ પરિસ્થિતિનો સામનો કર્યો છે. બજેટમાં વધારો થવાને કારણે સારી ફિલ્મો બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.’
હાલમાં જ કરન જોહર અને અનુરાગ કશ્યપે કલાકારોની વધતી ફીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કોઈપણ બજેટની ફિલ્મ બનાવવી પડકારજનક છે. દરેક કલાકારે તેઓ કઈ ફી માગે છે તેની સમીક્ષા કરવી જોઈએ.’ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનેત્રી શબાના આઝમીએ સ્ટાર્સના વધતા ખર્ચ અને શૂટિંગ ફી પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.