મુંબઈ37 મિનિટ પેહલા
- કૉપી લિંક
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝને લઈને ગુરુવારે (26 સપ્ટેમ્બર) બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, સેન્સર બોર્ડના સૂચન મુજબ નિર્માતાઓ ફિલ્મમાં કાપકૂપ કરે ત્યારે જ રિલીઝની મંજૂરી આપવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ કોર્ટને કહ્યું કે, ઇમરજન્સીના નિર્માતાઓએ હજુ સુધી કાપકૂપ કરવાનું કહ્યું હતું તે કર્યુ નથી. તે જ સમયે, નિર્માતાઓએ કોર્ટને કહ્યું કે, તેમને કટ કરવા માટે સમયની જરૂર છે, જે પછી કોર્ટે મામલો 30 સપ્ટેમ્બર સુધી ટાળી દીધો છે.

ફિલ્મ ઈમરજન્સીનું ટ્રેલર 14 ઓગસ્ટે રિલીઝ થયું હતું.
કંગના અને ઝી સ્ટુડિયોએ ફિલ્મની રિલીઝને લઈને અરજી કરી હતી. તેણે વાંધો ઉઠાવ્યો હતો કે, સેન્સર બોર્ડે અગાઉ ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાના ચાર દિવસ પહેલાં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી કંગનાએ આરોપ લગાવ્યો હતો કે સેન્સર બોર્ડ ફિલ્મને સર્ટિફિકેટ આપી રહ્યું નથી, જેના કારણે ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે.
અરજીમાં કંગના અને ફિલ્મ નિર્માતાઓએ સેન્સર બોર્ડ પર ફિલ્મનું પ્રમાણપત્ર મનસ્વી રીતે રોકી રાખવાનો આરોપ લગાવ્યો હતો. સેન્સર બોર્ડે ઈ-મેલ દ્વારા સર્ટિફિકેટ આપ્યું હતું, પરંતુ રિલીઝના 4 દિવસ પહેલા જ સર્ટિફિકેટની કોપી આપવાની ના પાડી દીધી હતી.
આના પર સેન્સર બોર્ડના વકીલ અભિનવ ચંદ્રચુડે કહ્યું હતું કે, ઇમરજન્સીના નિર્માતાઓને સિસ્ટમ દ્વારા જનરેટેડ મેઇલ મળ્યો હતો, પરંતુ બાદમાં વાંધાના કારણે તેને અટકાવી દેવામાં આવ્યો હતો.

કંગનાએ ઇમરજન્સી ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં તેણે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી હતી.
કોર્ટે સેન્સર બોર્ડને ફટકાર લગાવી હતી
4 સપ્ટેમ્બરે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજે સેન્સર બોર્ડ સાથે જોડાયેલા અધિકારીઓને ફટકાર લગાવી હતી. તેમને પ્રશ્ન કર્યો કે, તમે સિસ્ટમ જનરેટેડ ઈ-મેલ કેવી રીતે મોકલી શકો છો. શું અધિકારીઓએ મેઈલ મોકલતા પહેલા ફિલ્મ જોઈ ન હતી?