31 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાન આજે એટલે કે શુક્રવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સલમાન કડક સુરક્ષા સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. તાજેતરમાં જ સલમાનના ઘરે ફાયરિંગ થયું હતું. આ ઘટના બાદ સલમાન પહેલીવાર જોવા મળ્યો છે. આ દરમિયાન અભિનેતા જીન્સ અને બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. સલમાને હાલમાં જ ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી. અહેવાલ છે કે ફિલ્મનું શૂટિંગ મે મહિનાથી શરૂ થશે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગાદોસ દિગ્દર્શન કરશે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા હશે.
સલમાન સિવાય ક્રિતી સેનન પણ એરપોર્ટ પર જોવા મળી હતી. ક્રિતી હાલમાં જ ફિલ્મ ‘ક્રુ’માં જોવા મળી હતી. આમાં તેની સાથે કરીના કપૂર અને તબ્બુ પણ જોવા મળી હતી. ક્રિતીએ પાપારાઝીની સામે પોઝ આપ્યો. ત્યાં અભિનેતા આદિત્ય રોય કપૂર પણ જોવા મળ્યો હતો. નુસરત ભરૂચા પણ એરપોર્ટ પર મેક્સી ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રી માહિરા ખાન પણ એરપોર્ટ પર જોવા મળી હતી.
બોડીગાર્ડ શેરા સાથે સલમાન ખાન જોવા મળ્યો.
ક્રિતિ સેનન જીન્સ અને ડેનિમ જેકેટ પહેરેલી જોવા મળી હતી.
નુસરત ભરૂચા બ્લુ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી.
માહિરા ખાન ડેનિમ જીન્સ અને ક્રોપ સાથે કમરમાં ચેન પહેરેલી જોવા મળી હતી.
આદિત્ય રોય કપૂર જીન્સ-ટી-શર્ટ અને કેપ લુકમાં જોવા મળ્યો હતો.