1 કલાક પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂર અને આલિયા ભટ્ટની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર અને આલિયા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફરતા જોવા મળ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં સલમાન ખાન તેના પરિવાર સાથે રહે છે. તસવીરોમાં રણબીર-આલિયા સાથે સલમાન જોવા નથી મળ્યો. પરંતુ તેની નજીકની વ્યક્તિએ દાવો કર્યો છે કે, રણબીર અને આલિયા સલમાનને મળવા ગયા હતા. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા અનંત અંબાણીની બર્થડે પાર્ટીમાં સલમાન ફિલ્મ ‘એનિમલ’નું ગીત ગાતો જોવા મળ્યો હતો.
રણબીર અને આલિયાની તસવીર વાયરલ થઈ રહી છે
યુઝર્સની પ્રતિક્રિયા
એક યુઝરે લખ્યું,’આ સલમાનનું ઘર છે. આર.કે. (રણબીર કપૂર) અને આલિયા બે દિવસ પહેલા ત્યાં ગયા હતા’. ઘણા યુઝર્સે પૂછ્યું- શું આ સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ છે? અન્ય એક યુઝરે લખ્યું- ‘ઈદનો તહેવાર છે, કદાચ તેઓ હલીમ રાંધતા હોય.’ રેડિફ પર એક પ્રશંસકે મસ્તી કરતાં કહ્યું- ‘સલમાન રામાયણમાં મારિચ (હરણ)ની ભૂમિકા ભજવશે.’
એક યુઝરે સાબિતી તરીકે સલમાનના મીટિંગ રૂમની તસવીર શેર કરી છે. રણબીર અને આલિયાની વાયરલ થઈ રહેલી તસવીર પણ આ જગ્યાએ લેવામાં આવી છે.
રણબીર અને આલિયાની તાજેતરની તસવીરમાં સલમાન સાથે ઉભેલી વ્યક્તિ પણ જોવા મળે છે
રણબીર ફિલ્મોમાં આવ્યો તે પહેલાથી સલમાન અને રણબીર વચ્ચેના સંબંધો સારા નહોતા. રિપોર્ટ્સ અનુસાર, એક નાઈટ ક્લબમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રણબીર કપૂરના કારણે સલમાન ખાન અને કેટરીના કૈફનું બ્રેકઅપ થયું હતું.
થોડા સમય પહેલા સલમાન ખાને ગુસ્સામાં રણબીર કપૂરને થપ્પડ મારી હતી, જેના કારણે સલમાન ખાનના પિતા સલીમ ખાને કપૂર પરિવારની માફી માગવી પડી હતી. રણબીર અને સલમાન વચ્ચેની લડાઈને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે.