1 કલાક પેહલા
- કૉપી લિંક
ઉર્મિલા માતોંડકર વિરુદ્ધ આપવામાં આવેલા સોફ્ટ પોર્ન નિવેદન પર કંગના રનૌતે સ્પષ્ટતા કરી છે. કંગનાએ કહ્યું કે ‘સોફ્ટ પોર્ન’ કે ‘પોર્ન સ્ટાર’ જેવા શબ્દો વાંધાજનક નથી. આ ફક્ત સમાજ દ્વારા સ્વીકાર્ય નથી. કંગનાએ અહીં સની લિયોનનું ઉદાહરણ આપ્યું.
તેણે કહ્યું કે, સની લિયોનને ભારતમાં ઘણું સન્માન મળે છે. કદાચ સામાન્ય માણસને આટલું સન્માન નહીં મળે. કંગનાએ કહ્યું કે તે સમજી શકતી નથી કે લોકોને ‘સોફ્ટ પોર્ન’ શબ્દથી આટલી સમસ્યા કેમ છે. ‘શીલા કી જવાની…’ અને ‘તંદૂરી મુર્ગી…’ જેવા ગીતો બોલિવૂડના આઈટમ નંબરમાં વપરાય છે, તો પછી શા માટે કોઈને તેની સાથે વાંધો નથી?
પહેલા આ મામલાનું બેકગ્રાઉન્ડ સમજો
જ્યારથી કંગના રનૌતને ભાજપ તરફથી લોકસભાની ટિકિટ મળી છે ત્યારથી તેના પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કંગના વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવામાં આવી હતી, જેનો કંગનાના સમર્થકો અને ભાજપના વરિષ્ઠ નેતાઓએ સખત વિરોધ કર્યો હતો.
જોકે, તેના જવાબમાં વિરોધીઓએ કંગનાનું ચાર વર્ષ જૂનું નિવેદન ફરીવાર સોશિયલ મીડિયા પર મૂક્યું હતું, જેમાં તેણે અભિનેત્રી અને રાજકારણી ઉર્મિલા માતોંડકરને સોફ્ટ પોર્ન સ્ટાર ગણાવી હતી.
મેં મારા જીવનમાં ક્યારેય આઈટમ નંબર નથી કર્યા- કંગના
હવે ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગના રનૌતે પોતાના નિવેદન પર ખુલાસો કર્યો છે. તેણે કહ્યું- મેં મારા જીવનમાં ક્યારેય આઈટમ નંબર નથી કર્યા. મેં મારા અભિનયના આધારે પોતાનું નામ અને સ્થાન બનાવ્યું છે. મેં તે સમયે કહ્યું હતું કે જો ઉર્મિલા જીને તેમની ફિલ્મગ્રાફી દ્વારા ટિકિટ મળી શકે છે, તો મારી કળા તેમના કરતા ઘણી અલગ અને સારી છે. હું મારી કળાના આધારે સરળતાથી ટિકિટ મેળવી શકું છું’
કંગનાએ પોતાના નિવેદન દ્વારા ઉર્મિલાના આઈટમ નંબર્સ પર નિશાન સાધ્યું છે જે તેણે તેની કેટલીક જૂની ફિલ્મોમાં કરી છે
‘શીલા કી જવાની…’ અને ‘તંદૂરી મુર્ગી હૂં…’ જેવાં ગીતોમાં કેમ કોઈ સમસ્યા નથી?
કંગનાએ આગળ કહ્યું- ‘મને સમજાતું નથી કે ‘સોફ્ટ પોર્ન સ્ટાર’ જેવા શબ્દથી લોકોને શું સમસ્યા છે. તમે જાઓ અને સની લિયોનને પૂછો. તેને જે સન્માન મળે છે તે કદાચ બીજા કોઈને મળતું નથી. ‘પોર્ન સ્ટાર’ જેવા શબ્દો અહીં સ્વીકારવામાં આવતા નથી, તે આખો મુદ્દો છે.’
‘તમે જુઓ, આપણાં ગીતોમાં, સ્ત્રીઓ માટે ‘શીલા કી જવાની’, ‘તંદૂરી મુર્ગી’ (દબંગ 3 ના ગીત ફેવિકોલ સે…નો અંશ) જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શા માટે કોઈને આમાં કોઈ સમસ્યા નથી?