4 કલાક પેહલા
- કૉપી લિંક
સાઉથ સિનેમાના સુપરસ્ટાર જુનિયર એનટીઆર આ દિવસોમાં ફિલ્મ ‘વોર 2’ના શૂટિંગ માટે મુંબઈમાં છે. રવિવારે સાંજે તેઓ મુંબઈના બાંદ્રામાં વેરોનિકાનીરેસ્ટોરાંમાં ડિનર માટે પહોંચ્યા હતા. જ્યાં કરન જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને હૃતિક રોશન પણ ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન એનટીઆર તેમની પત્ની લક્ષ્મી સાથે પહોંચ્યા હતા.
આ દરમિયાન રણબીર કપૂર ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો હતો. તે પત્ની આલિયા ભટ્ટનો હાથ પકડીને જોવા મળ્યો હતો. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક પરફેક્ટ કપલ જેવા લાગતા હતા. રણબીર ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો અને આલિયા સફેદ ફ્લોરલ વન શોલ્ડર ઓફ ગાઉનમાં જોવા મળી હતી.
જુનિયર એનટીઆર પણ બ્લેક લુકમાં ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. તેની પત્ની ઓફ શોલ્ડર ટોપ અને સ્કર્ટમાં જોવા મળી હતી. કરન જોહર પણ બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન હૃતિક રોશન ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.
‘વોર 2’ એક હાઈ-ઓક્ટેન એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થયેલી ફિલ્મ વોરની સિક્વલ છે. આ ફિલ્મ YRF સ્પાય યુનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે. આ ફિલ્મને અયાન મુખર્જી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર પહેલીવાર હૃતિક રોશન સાથે જોવા મળશે.
જુનિયર એનટીઆર પણ બ્લેક લૂકમાં અને કરણ જોહર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો
રણબીર કપૂર ક્લીન શેવ લુકમાં જોવા મળ્યો હતો. ચાહકોનું કહેવું છે કે રણબીર રામાયણના શ્રી રામ લુકમાં જોવા મળી રહ્યો છે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક પરફેક્ટ કપલ જેવા લાગતા હતા