19 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે એટલે કે 10 એપ્રિલની સવારે સલમાન ખાન મુંબઈના પ્રાઇવેટ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સલમાન ખાન ગઈ કાલે રાત્રે અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપવા આવ્યો હતો. સલમાન સિવાય અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ અને માનુષી છિલ્લર પણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. અક્ષય અને ટાઇગરની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ આવતીકાલે એટલે કે 11મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ દિવસોમાં સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
સલમાન ખાન બોડીગાર્ડ શેરા સાથે ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો
અક્ષય-ટાઈગર ‘બડે મિયાં છોટે મિયાં’માં સાથે જોવા મળશે
માનુષી અક્ષય-ટાઈગર સાથે ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળશે
ફિલ્મ ‘મેદાન’ના સ્ક્રીનિંગમાં સેલેબ્સ પહોંચ્યાં
ફિલ્મ ‘મેદાન’નું સ્ક્રિનિંગ ગઈ કાલે રાત્રે એટલે કે મંગળવારે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાહન્વી કપૂર ફોર્મલ લૂકમાં જોવા મળી હતી. તેની સાથે ભાઈ અર્જુન કપૂર પણ ડેનિમ લુકમાં જોવા મળ્યો હતો. સ્ક્રિનિંગમાં હાજરી આપવા માટે પિતા બોની કપૂર પણ પહોંચ્યા હતા. ‘મેદાન’ના સ્ક્રીનિંગમાં અજય દેવગન અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં અજયની પત્નીનો રોલ કરી રહેલી એક્ટ્રેસ પ્રિયામણી પણ સાડીમાં જોવા મળી હતી.
જાહન્વી કપૂરનો ફોર્મલ લુક
કો-ઓર્ડ સેટમાં પૂજા હેગડે સુંદર લાગી રહી હતી
અજય દેવગનનો કૂલ લુક
અર્જુન કપૂર ડેનિમ લુકમાં જોવા મળ્યો હતો
અભિનેત્રી પ્રિયમણિનો સાડી લુક
બોની કપૂર પણ સ્ક્રિનિંગમાં સામેલ થયા હતા