9 કલાક પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘ધ બુલ’ છે. આમાં તે બ્રિગેડિયર ફારૂખ બુલસારાના રોલમાં જોવા મળશે. એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ ફિલ્મ માટે સલમાન ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છે. હવે અભિનેતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે જેમાં તે એકદમ ફિટ દેખાઈ રહ્યો છે.
સલમાન હાલમાં જ પોતાના ઘરે કેટલાક ચાહકોને મળ્યો હતો
આ તસવીરો જોઈને કહી શકાય કે સલમાને ‘ધ બુલ’ માટે ઘણી મહેનત કરી છે. આ ફિલ્મ માટે તે ખાસ ટ્રેનિંગ પણ લઈ રહ્યો છે.
ચાહકો સાથે ફોટા પડાવતા સલમાનના પિતા સલીમ ખાન
સલમાનના નવા લૂકના ફોટા વાયરલ થયા હતા
હાલમાં જ એક ફેન કપલ સલમાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની મુલાકાતે આવ્યું હતું. આ દરમિયાન તે સલમાન અને તેના પિતા સલીમ ખાનને મળ્યું. પ્રશંસકે સલમાનને તેના પરિવારના સભ્યો સાથે વીડિયો કોલ પર વાત કરવા માટે પણ કહ્યું હતું. હવે આ મીટિંગના ફોટા અને વીડિયો વાઇરલ થયા છે. જો ફિલ્મ સાથે જોડાયેલા એક સ્રોતનું માનીએ તો સલમાન બુલસારાના પાત્રને ભજવવા માટે દરરોજ સાડા ત્રણ કલાકની હાર્ડકોર ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ સાથે તેણે પોતાના આહારમાં પણ ફેરફાર કર્યો છે.
આ ફિલ્મમાં સલમાન બ્રિગેડિયર ફારૂખ બુલસારાની ભૂમિકા ભજવશે. વિષ્ણુવર્ધન દિગ્દર્શન કરશે અને કરન જોહર તેનું નિર્માણ કરશે
સલમાન-કરણ 25 વર્ષ પછી સાથે કામ કરશે
કરણ જોહર ‘ધ બુલ’ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ ફિલ્મ દ્વારા તે અને સલમાન 25 વર્ષ પછી સાથે કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની ટીમ ગત વર્ષે 28 ડિસેમ્બરે મુંબઈના ફિલ્મસિટી ખાતે મુહૂર્ત માટે એકત્ર થઈ હતી. આ સમય દરમિયાન એ વાતની પુષ્ટિ થઈ હતી કે ફિલ્મ ફેબ્રુઆરી 2024માં ફ્લોર પર જશે.
ફિલ્મનું શૂટિંગ બે મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું છે
જો કે, બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, નિર્દેશક વિષ્ણુવર્ધન દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું શૂટિંગ બે મહિના માટે સ્થગિત કરવામાં આવ્યું છે. ભારત અને માલદીવ વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે આવું બન્યું છે.
આ પહેલા સલમાન અને કરને 25 વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સાથે કામ કર્યું હતું
‘ધ બુલ’ 1988ના ‘ઓપરેશન કેક્ટસ’ પર આધારિત છે
‘ધ બુલ’ની વાર્તા 1988માં થયેલા પ્રખ્યાત ઓપરેશન કેક્ટસ પર આધારિત છે. આ ઓપરેશન ભારતીય સેના દ્વારા માલદીવને આતંકવાદી હુમલાથી બચાવવા માટે કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનનું નેતૃત્ત્વ બ્રિગેડિયર ફારૂખ બુલસારાએ કર્યું હતું.
જો ફિલ્મ સાથે જોડાયેલા એક સ્ત્રોતનું માનીએ તો, ‘કરન, વિષ્ણુ અને સલમાનને આ ફિલ્મની પટકથા નક્કી કરવામાં થોડો વધુ સમય લાગશે. નિર્માતાઓ તેને માલદીવમાં શૂટ કરવા માગતા હતા પરંતુ હવે તેઓ તેની સ્ક્રિપ્ટમાં થોડો ફેરફાર કરી રહ્યા છે. ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સુધરવાની પણ રાહ જોવાઈ રહી છે. બધુ ઠીક થતાં જ મેકર્સ આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે.
સલમાનની છેલ્લી ફિલ્મ ‘ટાઈગર-3’ હતી. 12 નવેમ્બર 2023ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં રૂ. 250 કરોડ અને વિશ્વભરમાં રૂ. 466 કરોડનું કલેક્શન કર્યું હતું.