10 કલાક પેહલા
- કૉપી લિંક
સલમાન ખાન એવા એક્ટરો પૈકી એક છે જે પોતાના પરિવારને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે. એટલું જ નહીં, તે તેના ભાણેજોનું પણ એટલું જ ધ્યાન રાખે છે. સલમાનની ભાણેજ અલીઝેહ અગ્નિહોત્રી સાથે સલમાનનું ખાસ બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. અલીઝેહે ગત વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ફર્રે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સલમાન ખાન પ્રોડક્શન હેઠળ બની હતી. OTT પર રિલીઝ થયા બાદ લોકોએ ફિલ્મની ખૂબ પ્રશંસા કરી હતી.
જ્યારે અલીઝેહનું ડેબ્યૂ સફળ થયું ત્યારે દુબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન હોસ્ટ સોફી ચૌધરીએ અલીઝેહને પૂછ્યું કે, ‘જો તેમને તેમના મામા સલમાન પર પુસ્તક લખવું હોય, તો તે કયો વિષય પસંદ કરશે?.’

અલીઝેહે આ સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ પહેલાં જ સલમાને તેને અટકાવી અને કહી દીધું હતું કે, ‘હું તેને મારા પર પુસ્તક લખવા નહીં દઉં.’ આ પાછળનું કારણ જણાવતાં સલમાને કહ્યું, ‘તે મારા વિશે જાણે જ છે કેટલું?. આટલું કહીને સલમાન હસવા લાગે છે.

સલમાન ખાને ભાણેજ અલીઝેહ સાથેની તસવીર શેર કરી છે
સલમાન ખાને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઇવેન્ટની અલીઝેહ સાથેની એક તસવીર પણ શેર કરી છે. આ સિવાય આ ફંક્શનનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન બ્લુ બ્લેઝર સાથે બ્લેક શર્ટમાં જોવા મળે છે. અલીઝેહ સલમાન ખાનની મોટી બહેન અલવીરા અગ્નિહોત્રીની પુત્રી છે.

સલમાન ખાનના આગામી પ્રોજેક્ટ્સ
સલમાન ખાને ઈદના અવસર પર તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગાદોસ કરશે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા હશે. જાહેરાતની સાથે જ સલમાને એ પણ કહ્યું હતું કે આ ફિલ્મ આવતા વર્ષે ઈદના અવસર પર રિલીઝ થશે.