5 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ ભાગ્યશ્રીએ સલમાન ખાન સાથે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન ભાગ્યશ્રીએ પતિ હિમાલય દસાની સાથેની તેમની લવ સ્ટોરી વિશે કેટલીક ખાસ વાતો શેર કરી હતી. ભાગ્યશ્રી જ્યારે હાઈસ્કૂલમાં હતી ત્યારે હિમાલય સાથે મુલાકાત થઈ હતી.
ભાગ્યશ્રીએ કહ્યું કે, તે પોતાના પિતાથી ડરતી હતી. કારણ કે તેના પિતા ખૂબ જ રૂઢિચુસ્ત હતા. તેથી જ તે તેમને તેના સંબંધ વિશે જણાવતા ડરતી હતી. હા, સલમાન ખાનને જ તેમના સંબંધો વિશે ખબર હતી. ભાગ્યશ્રી અને સલમાને 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’થી મુખ્ય કલાકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી.
પિંકવિલા સાથેની એક મુલાકાતમાં ભાગ્યશ્રીએ જણાવ્યું હતું કે, તે શાળામાં ખૂબ જ ડાહી છોકરી હતી અને તેમના રૂઢિચુસ્ત ઉછેરને કારણે તેણે ક્યારેય તેમના ક્લાસના છોકરાઓ સાથે વાત કરી ન હતી. જ્યારે તે હિમાલયના પ્રેમમાં પડી ત્યારે આ બધું બદલાઈ ગયું હતું. તેમણે ‘મૈંને પ્યાર કિયા’ની રિલીઝ પહેલાં લગ્ન કરી લીધા, ત્યારબાદ તેમણે પોતાનું સંપૂર્ણ ધ્યાન તેમના પરિવાર પર કેન્દ્રિત કર્યું હતું. પારિવારિક કારણોસર તેમણે તેમની ફિલ્મી કારકિર્દી છોડવાનો નિર્ણય કર્યો હતો.
ભાગ્યશ્રીએ પોતાના સંબંધોને ફિલ્મના સેટ પર બધાથી છુપાવીને રાખ્યા હતા
ભાગ્યશ્રીએ કહ્યું- ‘એક વિચિત્ર ઘટનાને કારણે સલમાન સાથે મારી મિત્રતા ખરેખર ગાઢ થઈ ગઈ હતી. સલમાન હિમાલય જીનો કોમન ફ્રેન્ડ પણ હતો અને આખી દુનિયા પહેલાં સલમાનને અમારા સંબંધ વિશે ખબર પડી હતી. અમારા સંબંધો વિશે જાણનાર તે પ્રથમ વ્યક્તિ હતા.’
‘એક સમયે અમે ‘દિલ દિવાના બિન સજના કે’નું શૂટિંગ કરી રહ્યા હતા. અમે લગભગ એક મહિના માટે ઉટીમાં હતા. સલમાન આવે છે અને મારા કાનમાં ગીતો ગાવા લાગે છે. યોગાનુયોગ એ દિવસે સેટ પર અમારી પ્રેસ મીટિંગ હતી. તે દિવસે સલમાન ખૂબ જ વિચિત્ર હરકતો કરી રહ્યો હતો. તે મારી નજીક આવતો અને મને થોડો ધક્કો મારતો પછી ગાવાનું શરૂ કરતો. મેં વિચાર્યું, શું તે મારી સાથે ફ્લર્ટ કરે છે? હું સમજી શકતી ન હતી કે તે શા માટે આટલું વિચિત્ર વર્તન કરી રહ્યો હતો.’
ભાગ્યશ્રીએ કહ્યું કે, સલમાનની આ હરકત જોઈને તે થોડી નર્વસ થઈ ગઈ હતી. તે સલમાનને બાજુ પર લઈ જાય છે અને તેમને આવું વર્તન કરવાનું કારણ પૂછે છે. અભિનેત્રી તેમને પૂછે છે કે, ‘બધું બરાબર તો છે ને… તને શું થયું છે?’
જેના પર સલમાન શરમાઈને કહે છે – ‘મને ખબર છે કે દિલ ક્યાં પાગલ થઈ રહ્યું છે.’ સલમાને ભાગ્યશ્રીને સૂચવ્યું કે તે હિમાલયને સેટ પર ગુપ્ત રીતે બોલાવી શકે છે. સલમાને તેમને કહ્યું- ‘તે મારી સાથે મારા રૂમમાં રહી શકે છે આથી સેટ પર દરેક વ્યક્તિ વિચારશે કે તે મારો મિત્ર છે’
પરંતુ ભાગ્યશ્રી આ વાત અંગે ખૂબ જ ડરતી હતી. ભાગ્યશ્રી હાલમાં જ સલમાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં કેમિયોમાં જોવા મળી હતી. આ પછી તે સજની શિંદેના વાઇરલ વીડિયોમાં પણ જોવા મળી હતી.
‘મૈંને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન ભાગ્યશ્રી 5 મહિનાની ગર્ભવતી હતી
રશ્મિ ઉચિલ સાથેની વાતચીતમાં ભાગ્યશ્રીએ સલમાન સાથે ‘મૈંને પ્યાર કિયા’ના પોસ્ટર શૂટ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું- ‘જ્યારે પ્રખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજદક્ષ્યએ ‘મૈંને પ્યાર કિયા’ના પોસ્ટર માટે ફોટોશૂટ કર્યું ત્યારે હું 5 મહિનાની ગર્ભવતી હતી. આ વાત કોઈને ખબર નહોતી.’
19 વર્ષની ઉંમરે લગ્ન કર્યા
માત્ર 19 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીએ તેના બાળપણના મિત્ર હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા. ભાગ્યશ્રી જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે હિમાલયને પહેલીવાર મળી હતી. તેમના માતા-પિતાએ વિરોધ કર્યો હતો, પરંતુ તે ઝૂકી ન હતી. ભાગ્યશ્રીએ કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં હિમાલય સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા.
ઘણા લોકોની સલાહ હતી કે, તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કે લગ્ન કરવા તેના માટે યોગ્ય નથી. આમ છતાં તે પોતાના નિર્ણય પર અડગ રહી હતી.