16 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અને સાઉથની એકટ્રેસ તમન્ના ભાટિયાની મુશ્કેલી વધી શકે છે. એક્ટ્રેસ વિશે એક મોટા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે મહારાષ્ટ્ર સાયબર પોલીસે તમન્નાને સમન્સ મોકલ્યું છે. આનો અર્થ એ થયો કે હવે એક્ટ્રેસે એક મોટા કેસમાં મહારાષ્ટ્ર સાયબર પોલીસ સમક્ષ હાજર થવું પડશે અને તેમના તમામ પ્રશ્નોના જવાબ પણ આપવા પડશે.
તમન્ના ભાટિયાને શા માટે સમન્સ પાઠવવામાં આવ્યું?
હવે મહારાષ્ટ્ર સાયબર પોલીસ અભિનેત્રી તમન્ના ભાટિયાની ફેર પ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લઈને પૂછપરછ કરશે. આ ગેરકાયદેસર સ્ટ્રીમિંગને કારણે વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જેના માટે હવે એક્ટ્રેસની પૂછપરછ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવું પડશે.
અમે આ સમાચારને સતત અપડેટ કરી રહ્યાં છીએ….