રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો તેમજ SOG ટીમ દ્વારા રામનવમીના તહેવારની પૂર્વ સંધ્યાએ ખાસ વાહન ચેકીંગ માટે સ્પેશિયલ ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં નાસ્તા ફરતા આરોપીઓ તેમજ ગેરકાયદે હથિયાર અને છરી ચપ્પુ જેવા હથિયાર લઈને ફરતા શખ્સોને ઝડપી પાડવા ખ
.
પોલીસે સગીર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે કર્ણાવતી પાર્ટી પ્લોટ પાસેથી એક શખસ ચોરાઉ મોટર સાયકલ લઈને નીકળી રહ્યો છે, જેથી ત્યાં વોચમાં રહી બાતમીવાળું વાહન નંબર પ્લેટ વગરનું નીકળતા તેને અટકાવી પૂછપરછ કરતા સગીર આરોપી બાઈક ચોરી કરીને લઇ જતો હોવાનું સામે આવ્યું હતું. જેથી, તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા સગીર આરોપી દ્વારા ગત સપ્તાહ દરમિયાન આ વાહન રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે શિવપરા શેરી નંબર 6માંથી રાત્રીના એકથી દોઢ વાગ્યા આસપાસ ચોરી કર્યા અંગે કબૂલાત આપી હતી. પોલીસે સગીર આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ 30,000 કિંમતનું બાઈક કબ્જે કરી વધી તપાસ હાથ ધરી છે.
ચીફ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરતા આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો શહેરમાં રૂખડિયાપરામાં મહિલાના મકાન ઉપર માજીદ ભાણું અને તેના સાગ્રીતોએ સોડા-બોટલોના ઘા કર્યા હતા. જે અંગે જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મી તેને પકડવા જામનગર રોડ પરના સ્લમ કવાર્ટર પાસેના હુડકો કવાર્ટરમાં ગયા હતા ત્યારે માજીદ અને તેના સાગ્રીતોએ બંને પોલીસ કર્મી ઉપર હુમલો કરી તેમને ભગાડી દીધા હતા અને તેમના સરકારી બાઈકમાં તોડફોડ કરી હતી. સવા મહિના પછી એસઓજીએ માજીદ ભાણુંને ઝડપી લીધો હતો અને ચીફ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. બાદમાં માજીદ ભાણુંએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલવા ઉપર આવતા માજીદ ભાણુંનાં વકીલ દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે પોલીસ ફક્ત માજીદને ટાર્ગેટ કરી કોઈપણ રીતે ગુનો નોંધી તેના ગુજસીટોકનાં જામીન કેન્સલ કરાવવા માટે આ કાર્યવાહી કરતી હોય અને માજીદ એક પણ ગુન્હાની જગ્યાએ હાજર ન હતો. આથી પ્રથમ દર્શનીય કેસ બનતો ન હોય અને હાલના ગુનામાં જામીન પર છોડવા માટે ગુનાહિત ઈતિહાસ ધ્યાને લેવો ન જોઈએ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટનાં વિવિધ ચુકાદાઓ રજૂ કર્યા હતા. જે ધ્યાને લઈ સેશન્સ કોર્ટ દ્વારા માજીદ ભાણુંના જામીન મંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે.