ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીએ વિદાય લઈ લીધી હોય તે પ્રકારે કેટલાક જિલ્લાઓમાં તાપમાન સતત વધતું જઈ રહ્યું હતું. અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં તો 23 ડિગ્રી સેલ્સ
.
ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયા બાદ મોડી સાંજે તાપમાનમાં ઘટાડો આવતા સામાન્ય ઠંડીનો અનુભવ થયો હતો. પરંતુ હવે આગામી 24 કલાક બાદ હજુપણ લઘુત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીના ઘટાડાને લઈને ગુજરાતમાં ફરી એક વખત ઠંડીનો માહોલ જામશે અને ડિસેમ્બરની ઠંડીનો અનુભવ થશે.
નલિયામાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછુ 11.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તથા રાજ્યના ચાર મહાનગરોમાં પણ ચાર ડિસેમ્બરની સરખામણીએ ગતરાત્રિએ લઘુત્તમ તાપમાનમાં એક જ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. જેમાં અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન 17.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 19.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 21 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.