- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- BJP’s Commitment To Transfer Arjun Khatriya Directly From Rajkot Zilla Panchayat Leader Of Opposition To Leader Of Ruling Party
રાજકોટ33 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે ઓપરેશન લોટ્સ અંતર્ગત સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયત પર નજર જમાવી કોંગ્રેસના સભ્યોને તોડી ભાજપમાં જોડવા તખ્તો તૈયાર કર્યો છે. આ માટે રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય અર્જુન ખાટરીયા આગામી સપ્તાહ દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્ય જયેશ રાદડિયા સહિતના નેતાઓની હાજરીમાં કેસરિયો ધારણ કરશે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસના આ મજબૂત નેતાને સાથે રાખી જંગી લીડ હાસંલ કરવા લક્ષ્યાંક રાખી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અર્જુન ખાટરીયાને કેસરિયો ધારણ કર્યા બાદ વિપક્ષ નેતામાંથી સીધુ શાસક પક્ષના નેતા તરીકે સ્થાન આપવા કમિટમેન્ટ થયું છે. આ સાથે આગામી સમયમાં સહકારી ક્ષેત્રમાં પણ તેઓને સારું સ્થાન આપવામાં આવશે તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે.
ચાર ટર્મથી જિલ્લા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયા રાજકોટ જિલ્લા