રાજા વિક્રમાદિત્યે હૂણ-શક રાજાઓ ઉપર વિજય મેળવી દીપાવલિ ધામધૂમથી ઉજવી અને કારતક સુદ એકમથી વિક્રમ સંવત શરૂ કર્યો. આ રીતે પરંપરા શરૂ થઈ. વિક્રમસંવત પ્રમાણે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતનવર્ષ.દરવાજે અને ઘરમાં દિવડા, આસોપાલવના તોરણ, રંગોળી, મીઠાઈ, નવા કપ
.
વીતેલા વર્ષમાં પરમાત્માની કૃપાથી જે કંઈ નવાં ધાન્ય-અનાજ પાક્યાં હોય અને વિવિધ વાનગીઓ બનાવીને, નવા વર્ષના પહેલા દિવસે, કારતક સુદ એકમે પરમાત્માને ભાવપૂર્વ ધરાવીને તેમને જમાડવાનો ઉત્સવ એટલે અન્નકૂટ. અન્નકૂટ ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાય છે.
દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. નૂતન વર્ષના પાવન અવસરે સર્વાવતારી, સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને ખાસ ભોગ પણ ધરવામાં આવ્યો હતો. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત પંચમહાલ જિલ્લામાં આવેલ સ્વામિનારાયણ પાલ્લી, વાઘજીપુર, મોરડુંગરા, ધાંધલપુર, હરકુંડી, રાણીપુરા, શનિયાડા વગેરે શ્રી સ્વામિનારાયણ મંદિરો દ્વારા નૂતનવર્ષે અન્નકૂટનું ભવ્ય અને દિવ્ય આયોજન થયું હતું. જેમાં પારંપરિક મીઠાઈ-ફરસાણ ધરાવવામાં આવ્યા હતાં. ભગવાનને અન્નકૂટ ધરાવ્યા બાદ તેના દર્શન માટે દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો હતો. ભક્તોએ અન્નકૂટની આરતીમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી વિક્રમ સંવતના નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતાં મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ જણાવ્યું હતું કે, પર્વો-ઉત્સવો-તહેવારો ઉમંગ ઉલ્લાસની સાથોસાથ સમાજ જીવનમાં નવી તાજગી, નવી ચેતનાનો સંચાર કરતા હોય છે. તેમણે દિપાવલીની દિપમાળા, દિવડાઓ અંધકારથી પ્રકાશ તરફની ઉર્ધ્વગતિના અને સકારાત્મક દ્રષ્ટિકોણના પ્રેરક છે તેવો ભાવ વ્યકત કરતાં આ ઊજાસ પર્વ જન-જનમાં સકારાત્મકતાની જ્યોત મશાલ બનીને ઝળહળાવે તેવી અભ્યર્થના કરી હતી. નવા વર્ષની શરૂઆત એ નવા જીવનની શરૂઆત કરવાનો અવસર છે. ઈશ્વર જ્યાં સુધી આ તક આપે છે ત્યાં સુધી આપણે આપણી કમીઓને દૂર કરવાના પ્રયાસ કરીએ એ જ સાચી ઉજવણી છે.
























