વડોદરા4 મિનિટ પેહલા
- કૉપી લિંક
શ્યામજી કૃષ્ણવર્મા પ્રાથમિક શાળા, લક્ષ્મીપુરા સયાજીગંજ – 22ની શાળામાં કોન્સેન્ટરીક્સ કંપની ગ્લોબલ લીડર મીસ લેસ્લી તરફથી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં કંપનીના ગ્લોબલ લીડર મીસ લેસ્લી સ્કોટલેન્ડ શાળામાં પધાર્યા હતા. જેઓએ તેમના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું. બાળકો સાથે ફોટા પડાવી, સેલ્ફી પડાવી તેમજ બાળકો સાથે સંગીત ખુરશીની રમત રમ્યા અને ટીમલીના તાલે જૂમી બાળકોને ખુશ કરી દીધા હતા. આ સાથે કંપનીનો 10થી 12 જણનો સ્ટાફ પણ તેઓનું સાઉન્ડ સિસ્ટમ અને વ્હીકલ લઈ શાળામાં આવ્યા હતા. શાળાના આચાર્ય, જયવંત પાટીલ તરફથી તેઓને પ્રમાણપત્ર આપી પ્રમાણિત કરવામાં આવ્યા. અને શાળા પરિવાર સાથે ફોટો સેશન કરી છુટા પડ્યા હતા.