અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગતમોડી રાત્રે કંટ્રોલરૂમમાં એક કોલ આવ્યો હતો, જેમાં ફતેવાડી કેનાળ પાછળના વિસ્તારમાં બે જૂથ સામસામે મારામારી કરતા હોવાની ફરિયાદ મળી હતી. જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે ટોળા વચ્ચ
.
સમાધાન બાદ ફરી મામલો બીચક્યો ગત 20 ડિસેમ્બરના રોજ ત્રણ શખ્સ દ્વારા ફરિયાદીની પત્નીની સામે જોઈને હસતા બોલાચાલી થઈ હતી. ત્યારબાદ સમાધાન કરવામાં આવ્યું હતું. પરંતુ બીજા દિવસે એટલે કે, 21 ડિસેમ્બરના રોજ બપોરે ફરિયાદીની પત્નીની સામે જોઈને હસતા વ્યક્તિની પત્ની મળતા બંને વચ્ચે ગરમાગરમી થઇ હતી. ત્યારબાદ મામલો શાંત પડ્યા પછી પણ રાતના 8:30થી 9:00 વાગ્યાની આસપાસ ટોળું ફરિયાદીના ઘરે આવી પહોંચ્યું હતું અને બહાર તોડફોડ કરી હતી. જ્યારે ફરિયાદી સહિત તેના ભાઈઓ બહાર આવીને પ્રતિકાર કર્યો, ત્યારે બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી. જેમાં ફરિયાદીના ભાઈને કમરના ભાગે છરીના ઊંડા ઘા વાગતા લોહીલુહાણ હાલતમાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરિયાદીને પણ નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી.
પોલીસમાં છ સામે ફરિયાદ નોંધાઈ વેજલપુર વિસ્તારમાં થયેલી બે જૂથ વચ્ચેની મારામારીમાં બંને પક્ષે લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. મહિલા સામે જોઈને હસતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને બે વાર સમાધાન થયા બાદ પણ ફરિયાદીના ભાઈનો જીવ ગયો છે. 6 શખ્સ દ્વારા ઘરની બહાર આવીને તોડફોડ કર્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને તેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો. ફરિયાદી સરતાઝ શેખ દ્વારા નજીકમાં જ રહેતા છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ઝુલ્ફીકાર ઉર્ફે ભુટ્ટુ યાસીન શેખ, તેની પત્ની પરવીન શેખ, કાશીમ ખાન શેખ, તેની પત્ની નરગીસ કાસીમ શેખ, કાસીમનો દીકરો ઝફર અને વસીમા શીખ એમ કુલ છ શખ્સ વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મારામારીમાં વાહનોમાં પણ તોડફોડ.