ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી તાપમાન વધતા ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ, છેલ્લા 24 કલાક દરમિયાન એકાએક તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનું જોર ફરી એક વખત વધ્યું છે. ગત રાત્રી દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સેલ્
.
4 દિવસના વિરામ બાદ એકાએક ઠંડી વધતા ગુજરાતવાસીઓ ઠુંઠવાયા ગતરોજ સુધી ગુજરાત રાજ્ય ઉપર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન આવતા હતા. જે ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા પ્રેશરની અસરો ગુજરાત સુધી લાવતા હતા, જેને કારણે ભેજનું પ્રમાણ વધ્યું હતું. તેથી જ ભેજને કારણે તાપમાનમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ, ગત મોડી રાતથી જ પવનની દિશા બદલાઈને ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી થઈ છે, જેથી તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાયો છે અને ભેજનું પ્રમાણ પણ ઘટ્યું છે. 4 દિવસ ઠંડીના વિરામ બાદ એકાએક ઠંડીનું જોર વધતા ગુજરાતવાસીઓ ઠુંઠવાયા હતા. તાપમાનમાં એકાએક ઘટાડો આવ્યા બાદ બે જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું નોંધાયું હતું.
આગામી 24 કલાક ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત ગુજરાતમાં એકાએક ઠંડીનું જોર વધ્યું છે કારણ કે, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના ભાગ ઉપર ગતરોજ સુધી ઈન્ડ્યુઝ લો પ્રેશર સક્રિય હતું, તે હવે વિખેરાઈ ગયું છે. ગુજરાત ઉપર પવનની દિશા હવે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી આવતી હોવાથી અચાનક તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તદુપરાંત હજુ પણ આગામી 24 કલાક આ પરિસ્થિતિ યથાવત રહેવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ ધીમે-ધીમે પવનની દિશા બદલાયા બાદ ફરી એક વખત તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આ વધારો બેથી ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોઈ શકે છે.
આગામી સમયે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ આગામી બે દિવસ ગુજરાત રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આ ઉપરાંત દિવસ દરમિયાન સામાન્ય વાદળછાયું વાતાવરણ વર્તાઈ શકે છે. ત્યારબાદના ત્રણ દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં તથા ગુજરાત પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની પણ સંભાવના છે. મુખ્યત્વે કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ઘટાડો નોંધાશે.

24 કલાકમાં ત્રણ મહાનગરોનું તાપમાન પાંચ ડિગ્રી ઘટ્યું ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો હતો તેવામાં અમદાવાદ જિલ્લામાં ફક્ત 24 જ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો તથા છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને 12.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોનું લઘુત્તમ તાપમાન પણ ફક્ત 24 જ કલાકમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું હતું.
નલિયામાં 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી સેલ્સિયસ થી ઘટીને 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં પણ 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3.4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો અને છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત સુરતમાં પણ લઘુત્તમ તાપમાનમાં પણ 3.4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 16.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું.
