વોશિંગ્ટન2 કલાક પેહલા
- કૉપી લિંક
- રાષ્ટ્રપતિની રેસમાં સામેલ ટ્રમ્પની સામે હશ મની સહિત 4 કેસમાં 91 આરોપ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચાર જુદા જુદા મામલામાં 91થી વધુ અપરાધિક આરોપ છે. હશ મની કેસમાં ન્યૂયોર્ક કોર્ટમાં સુનાવણી હાલમાં ચાલી રહી છે. જ્યારે રાષ્ટ્રપતિ તરીકે ઇમ્યુનિટીને લઇને વોશિંગ્ટનમાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પોતાની સામે ચાલી રહેલા કેસોને ટ્રમ્પ લોકશાહી માટે ખતરા તરીકે ગણાવીને સમર્થકોની સાહનુભૂતિ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. સરવેમાં રિપબ્લિકન સમર્થકોને લઇને વિગત સામે આવી છે. રિપબ્લિકન પાર્ટીના એક તૃતીયાંશ મતદારો અથવા તો 33 ટકા મતદારોએ કહ્યું છે કે જો ટ્રમ્પને સજા થશે તે તેઓ ટ્રમ્પને મત આપશે નહીં. બીજી બાજુ તમામ મતદારોની વાત કરવામાં આવે તો અડધાથી વધુ અમેરિકન મતદારો (55 ટકા) એ કહ્યું છે કે જો ટ્રમ્પને જેલની સજા થશે તો તેઓ મત આપશે નહીં.
હશ મની કેસમાં 34 આરોપ, તમામમાં 4-4 વર્ષની સજાની જોગવાઇ
હાલમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સામે સૌથી વધારે ચર્ચાસ્પદ હશ મની કેસમાં ન્યૂયોર્કની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ટ્રમ્પ પર મેનહટ્ટનમાં કારોબારી રેકોર્ડમાં હેરાફેરી કરવાનો આરોપ છે. ટ્રમ્પે 2016માં એક પોર્નસ્ટાર સ્ટાર્મી ડેનિયલને પોતાના સંબંધની માહિતી જાહેર ન કરવા બદલ જંગી નાણાં ચૂકવ્યા હતા. આ મામલામાં ટ્રમ્પ પર 34 આરોપ છે. જે પૈકી દરેકમાં ચાર વર્ષની જેલની સજાની જોગવાઇ રહેલી છે. આ કેસમાં ફાસ્ટટ્રેક સુનાવણી ચાલી રહી છે. બે સપ્તાહમાં ચુકાદો આવી શકે છે. જો ટ્રમ્પ દોષિત જાહેર થાય છે તોપણ તેમને તરત જ જેલમાં મોકલવામાં આવશે નહીં કારણ કે તેઓ અપીલ કોર્ટમાં અને છેલ્લે સુપ્રીમકોર્ટમાં અપીલ કરી શકે છે. કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં ટ્રમ્પને જેલમાં જવું પડી શકે છે. બીજી બાજુ ટ્રમ્પની સામે અન્ય ત્રણ કેસ પણ રહેલા છે. જેમાં સુનાવણી હજુ સુધી થઇ નથી.
ટ્રમ્પ આરોપ સાબિત થવાની સ્થિતિમાં પણ રાષ્ટ્રપતિની રેસમાં રહેશે
- આરોપ સાબિત થવાની સ્થિતિમાં પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિની રેસમાંથી બહાર થશે નહીં. અમેરિકન બંધારણમાં રાષ્ટ્રપતિ પદ માટે ત્રણ યોગ્યતા નિયમ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં 35 વર્ષની વય, મૂળ રીતે અમેરિકન નાગરિક અને 14 વર્ષથી અમેરિકના રહેવાસીની શરતો છે.
- જો ટ્રમ્પ દોષિત જાહેર થાય તો ફ્લોરિડામાં તેમના મતને આંચકી લેવામાં આવશે.
- ટ્રમ્પ વોટિંગના અધિકાર માટે ન્યૂયોર્ક જઇ શકે છે. જે અપરાધીઓને પેરોલમાં મતદાન કરવાની મંજૂરી આપે છે. જો તેમને જેલની સજા થાય છે તો ત્યાં પણ મતદાનનો અધિકાર ગુમાવશે પરંતુ વર્મોન્ટ , મેન અને વોશિંગ્ટનમાં અપરાધીઓને મતદાનની મંજૂરી મળી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સામે આ ચાર કેસ ચાલી રહ્યા છે
- હશ મની કેસ : પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2005માં અફેરના સંબંધમાં મૌન રહેવા માટે નાણાં ચૂકવવામાં આવ્યા હતા. રેકોર્ડમાં હેરાફેરીના 34 આરોપ છે.
- ક્લાસીફાઇડ ડોક્યુમેન્ટ : ટ્રમ્પ પર પોતાના શાસનકાળના અંતે વ્હાઇટ હાઉસથી ક્લાસીફાઇડ ડોક્યુમેન્ટ પોતાના ઘરે લઇ જવા માટે 40 આરોપ મૂકવામાં આવ્યા.
- 6 જાન્યુ. 2020હુમલો:2020માં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ યુએસ કેપિટલ પર હુમલો કરવા માટે સમર્થકોને ઉશ્કેરવા માટે પણ ટ્રમ્પ પર ચાર આરોપ મૂકવામાં આવ્યા.
- પરિણામોને ફેરવી દેવાનો પ્રયાસ
- જ્યોર્જિયામાં 2020માં મતગણતરી દરમિયાન પોતાની હારને જીતમાં ફેરવી નાંખવા માટે કાવતરાં ઘડવાના 13 આરોપો છે.