ન્યૂયોર્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યૂયોર્ક સ્થિત ઇન્ડિપેન્ડેટ ડિઝાઇનર કેલિન કેરોલિન ઝાંગ અને રયાન મેથરે એક ખાસ પ્રકારનો કેમેરો તૈયાર કર્યો છે. આ કેમેરો દેખાવમાં તો બિલકુલ સામાન્ય કેમેરાની જેવો છે પરંતુ આ કેમેરાની અનેક પ્રકારની વિશેષતા છે. આ કેમેરો વ્યૂને કવિતામાં ફેરવી શકે છે. તસવીરોને કવિતામાં ફેરવવામાં સક્ષમ આ કેમેરામાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ કેમેરો ઓપન સોર્સ ડિવાઇસના રસબેરી પાઇ પર ચાલે છે અને કવિતા બનાવવા માટે ઓપન એઆઇના જીપીટી-4નો ઉપયોગ કરે છે. આ વ્યૂ ફાઇન્ડરમાં નજર આવતા વિઝ્યુઅલના સંબંધમાં એઆઇની મદદથી રંગ, પેટર્ન , ઇમોશનનું મૂલ્યાંકન કરે છે. આ આધાર પર કેમેરામાં લાગેલા નાના પ્રિન્ટરની મદદથી કવિતાને પ્રિન્ટ કરવામાં આવે છે.
આ કેમેરાની ખાસ બાબત એ પણ છે કે આના કારણે પાડવામાં આવેલી તસવીરો કોઇ પણ જગ્યાએ સેવ થતી નથી. આના યુઝર્સ હાઇકુ, સોનેટ અને ફ્રી વર્સેસ નામના પોએટ્રી ટાઇપની પસંદગી કરી શકે છે.
હાલમાં આ કેમેરાની કોમર્શિયલ રિલીઝને લઇને જાહેરાત કરવામાં આવી નથી. આધુનિક સમયમાં ટેકનોલોજીનો વધુને વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તસવીરોને કવિતામાં ફેરવી દેનાર ટેકનોલોજીને લઇને પણ છેલ્લા કેટલાક સમયથી શોધ પ્રક્રિયા ચાલી રહી હતી.