ઇસ્લામાબાદ38 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનની MQM-P પાર્ટીના સાંસદ સૈયદ મુસ્તફાએ નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનની સરખામણી ભારત સાથે કરી હતી.
આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે નેશનલ એસેમ્બલીમાં ભારતની શિક્ષણ વ્યવસ્થાની સરખામણી પાકિસ્તાનની શિક્ષણ વ્યવસ્થા સાથે કરી હતી. તેમણે કહ્યું, “જ્યારે એક તરફ દુનિયા ચંદ્ર પર પહોંચી રહી છે, તો બીજી તરફ કરાચીના બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે.”
સૈયદ મુસ્તફાએ કહ્યું, “30 વર્ષ પહેલાં, આપણા પાડોશી ભારતે પોતાના બાળકોને તે શીખવ્યું જેની સમગ્ર વિશ્વમાં માંગ છે. આજે ટોચની 25 કંપનીઓના સીઈઓ ભારતીય છે. જો ભારત આજે પ્રગતિ કરી રહ્યું છે, તો તેનું કારણ છે કે ત્યાં જે જરૂરી હતું તે શીખવવામાં આવ્યું હતું. આજે પાકિસ્તાનનું IT એક્સપોર્ટ 7 અબજ ડૉલર છે, જ્યારે ભારતનું IT એક્સપોર્ટ 270 અબજ ડૉલર છે.
પાકિસ્તાની સાંસદે કહ્યું છે કે આજે દેશમાં 2 કરોડથી વધુ બાળકો શાળાએ નથી જઈ રહ્યા. પાકિસ્તાનની શાળાઓમાં જે ભણાવવામાં આવે છે તેનાથી દેશમાં બેરોજગારી વધી રહી છે.
દેશનો સાક્ષરતા દર જોઈને અહીંના નેતાઓએ ઊંઘ કેમની આવે છે
મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) પાર્ટીના નેતાએ તેમના ભાષણ દરમિયાન કહ્યું કે આજે દેશમાં 2 કરોડ એવા બાળકો છે જેઓ શાળાએ જઈ શકતા નથી. જો આજે આપણે ફક્ત આના પર જ ધ્યાન આપીએ તો પણ દેશના નેતાઓ શાંતિથી ઊંઘ કેમની આવે છે. પાકિસ્તાનના સાંસદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરે લખ્યું અન્ય એક યુઝરે લખ્યું કે પાકિસ્તાનનો ધર્મ તેના વિકાસમાં અવરોધ ઉભો કરી રહ્યો છે. જો તેઓ બિનસાંપ્રદાયિક બનશે, તો તેઓ ઝડપથી વિકાસ કરશે. જો પાકિસ્તાનના લોકો વિકાસ ઈચ્છે છે અને તેના માટે પ્રયાસ કરશે તો તે ચોક્કસપણે શક્ય બનશે.
પાકિસ્તાને સેનાનો દબદબો ખતમ કરવાની જરૂર છે
અન્ય એક યુઝરે કહ્યું કે આજે પાકિસ્તાન અફઘાનિસ્તાન બની રહ્યું છે. સેનાના દબદબાને ખતમ કરવાની જરૂર છે જેથી કરીને આતંકવાદ પર અંકુશ લાવી શકાય. પાકિસ્તાનમાં આવું થવામાં ઘણી સદીઓ લાગશે.
પાકિસ્તાનમાં વડાપ્રધાનો અને સાંસદો સહિત ઘણા લોકો અવારનવાર દેશની સરખામણી ભારત સાથે કરે છે. થોડા દિવસ પહેલા પીએમ શાહબાઝ શરીફે કહ્યું હતું કે જો પાકિસ્તાન સખત મહેનત કરે તો તે ભારત અને વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી શકે છે.
લગભગ બે મહિના પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત સાથે વેપાર ફરી શરૂ કરવાની વાત કરી હતી. લંડનમાં પાકિસ્તાની હાઈ કમિશનમાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન ઈશાકે કહ્યું હતું કે વેપાર ફરીથી શરુ કરવા માટે પાકિસ્તાન સરકાર આ મામલાને લગતા તમામ લોકોની સલાહ લેશે અને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર નજર રાખો…
હાલમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, છેલ્લા એક વર્ષમાં તેઓએ ત્રણ વખત IMF પાસેથી લોન લીધી છે. 30 એપ્રિલે IMF તરફથી 9.183 હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય મળ્યા બાદ, મે મહિનામાં પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 1.20 લાખ કરોડ રૂપિયા થઈ ગયો.
ગયા મહિને (એપ્રિલ 2024) પાકિસ્તાનમાં ફુગાવાના દરમાં 17.3%નો ઘટાડો નોંધાયો હતો. દેશના નાણા મંત્રાલયના ડેટા અનુસાર, તે 2 વર્ષમાં સૌથી નીચો હતો. બરાબર એક વર્ષ પહેલા, મે 2023માં પાકિસ્તાનમાં મોંઘવારી દર 38% પર પહોંચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો…
ભારત ચંદ્ર પર પહોંચ્યું, PAK જમીન પરથી બેઠું પણ થયું નથી, નવાઝ શરીફે કહ્યું- અમે પોતે જ આના માટે જવાબદાર છીએ, મારા શાસનમાં દેશમાં વિકાસ થયો હતો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. બુધવારે પાર્ટીની બેઠક દરમિયાન તેમણે કહ્યું કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે, પરંતુ અમે હજુ સુધી બેઠા પણ નથી થઈ શક્યા. દેશ આ રીતે ચાલી શકે નહીં. આ સ્થિતિ માટે અમે પોતે જ જવાબદાર છીએ.