વોશિંગ્ટન8 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સ્માર્ટ વાૅચથી હાર્ટબીટમાં અનિયમિતતાની ઓળખ થશે
હાલનાં વર્ષોમાં હાર્ટએટેકના કારણે મૃત્યુની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઇ છે. યુવાનોમાં પણ હાર્ટએટેકના કેસોમાં વધારો થઇ રહ્યો છે. યુવાનો વધુ પ્રમાણમાં હાર્ટએટેકનો શિકાર કેમ થઇ રહ્યા છે તેને લઇને કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટબીટ અથવા તો દિવસમાં હાર્ટના ધબકારામાં અનિયમિતતા પણ તમામ કારણો પૈકી એક કારણ તરીકે છે.
હાર્ટબીટમાં અનિયમિતતા અથવા તો અસમતુલનને ડોક્ટર એ-ફિબ કહે છે. એ-ફિબનો અર્થ એટ્રિયલ ફાઇબ્રિલેશન છે. આ પ્રકારની સ્થિતિમાં હાર્ટના ઉપરના હિસ્સાના ધબકારા સામાન્ય રીતે પ્રતિ મિનિટ 400થી વધુ વખત થઇ જાય છે. પિટર્સબર્ગ મેડિકલ સેન્ટર યુનિવર્સિટીના કાર્ડિયાક ઇલેક્ટ્રોફિજિયોલોજિસ્ટ ડો. આદિત્ય ભોંસલેએ એ-ફિબવાળા 67 હજારથી વધુ દર્દીઓના ડેટાનો અભ્યાસ કર્યા બાદ કેટલીક નવી વિગત સામે આવી છે.
બીમારી છે તે અંગે લોકોને માહિતી નથી
યુનિવર્સિટી ઓફ મિશિગનના કાર્ડિયોલોજિસ્ટ ડો. જેફ્રી બાર્ન્સે કહ્યું કે તેઓએ એવા દર્દીઓ પણ જોયા છે જે કહે છે કે તેમને એવું લાગી રહ્યું હતું કે હાર્ટના ધબકારા વધી ગયા છે. આ દર્દીઓએ કહ્યું કે હાર્ટના ધબકારા બંધ થઇ જશે તેવો પણ અનુભવ થઇ રહ્યો હતો. એ-ફિબવાળા લોકોને શ્વાસ લેવા અને છાતીમાં દુખાવો પણ થઇ શકે છે. કેટલાક લોકોને ક્યારેક આ સમસ્યા થાય છે. કેટલાકને અનિયમિત હાર્ટના ધબકારાનો અનુભવ થાય છે. લોકોમાં સામાન્ય રીતે કોઇ લક્ષણ હોતાં નથી.