- Gujarati News
- International
- Software Designed For Business Is Now Being Used In Personal Life, With Couples Discussing Other Things Besides Setting Dates.
ન્યૂયોર્ક55 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ટેકનો ઉપયોગ અંગત જીવન અને સંબંધોને મેનેજ કરવામાં સહાયક સાબિત થઈ રહ્યો
આજે ટેક્નોલોજી આપણા જીવનનો મહત્વનો ભાગ છે. આ સમયગાળામાં જ્યાં ઓફિસના કામમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ્સનો ઉપયોગ સામાન્ય થયો છે, ત્યારે હવે આ ટૂલ્સનો ઉપયોગ અંગત જીવન અને સંબંધોને મેનેજ કરવામાં પણ કરાય રહ્યો છે. ટેકના ઉપયોગથી યુગલો ન માત્ર તેના સંબંધોમાં તાજગી લાવી રહ્યા છે પરંતુ તેની મદદથી પોતાની રોજબરોજની જરૂરિયાતો પણ પૂરી કરી રહ્યા છે. અમેરિકાના આવું જ એક યુગલ છે બેન લેન્ગ અને તેની પત્ની કરેન-લિન અમોયલ. આ યુગલ છેલ્લા ત્રણ વર્ષોથી નોશન નામના એક પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેરનો ઉપયોગ તેના ઘરેલુ કાર્યો અને સંબંધોને સંભાળવામાં કરી રહ્યું છે.
લેંગે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સોફ્ટવેરને ઘણા વિભાગોમાં વહેંચેલો છે જેમ કે સામાનોનું લિસ્ટ, રોજિંદા કામોની યાદી, યાત્રાની જાણકારી, યુગલના નિયમો, એક-બીજા વિશે શીખવું, મિત્રોને મળવાની યોજના, તેમજ ડેટ નાઇટની યાદો. ગયા મહિને, લેંગે તેના નોશન સેટઅપનું એક ટેમ્પલેટ ઓનલાઇન શેર કર્યું હતું, જેને ઇન્ટરનેટ પર ઘણી બધી પ્રતિક્રિયાઓ મળી. જોકે, ઘણાં લોકોએ તેને નકારાત્મક દૃષ્ટિએ પણ જોયું. લેખક ઓલિવર બર્કમેન અનુસાર જીવનને વધુ પ્રબંધિત કરવાથી તેની જીવંતપણું ઘટી જાય છે. તેનાથી સંબંધોમાં આત્મીયતા અને રોમાન્સ ઘટી જાય છે.
લેંગ ઉપરાંત અનસ્તાસિયા અલ્ટ, સ્લેક વર્કસ્પેસ અને કાનબન બોર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. તે તેના પાર્ટનર સાથે કોઈપણ પ્રકારની પ્લાનિંગ અને ઇવેન્ટ માટે તેનો ઉપયોગ કરે છે. અનસ્તાસિયા તેને તેના સંબંધો માટે ફાયદાકારક માને છે. ન્યુયોર્કના એક યુગલે લગ્નની યોજના બનાવા માટે ચેટ-જીપીટીનો ઉપયોગ કર્યો. તેના ઉપયોગથી તેને 10 લાખ રૂપિયાની બચત થઈ. તેના ઉપયોગથી તેને સસ્તા સેલરને ગોતવામાં મદદ મળી છે.
એક્સપર્ટ- સંબંધોમાં તકનીકનો વધુ ઉપયોગ ન કરો
એક્સપર્ટ સંબંધોમાં તકનીકનો વધુ ઉપયોગ કરવા પર સાવધાની વર્તવા કહે છે. તે કહે છે કે તકનીકે આપણા સંચાર અને બાકી કામોને ઘણા સરળ બનાવી દીધા છે, પરંતુ તેનાથી લોકોની ભાવનાઓને સમજવી મુશ્કેલ છે. એ કારણે આ દિવસોમાં સંબંધોમાં ખટાસ વધુ જોવા મળી રહી છે. સંબંધોમાં તાજગી રાખવા માટે આપણે ટેક પરની નિર્ભરતા ઘટાડવી જોઈએ.