- Gujarati News
- International
- With Wildlife Populations Down 69% In Less Than 50 Years, The Sounds Of Nature Are Fast Becoming Extinct.
લંડન1 કલાક પેહલા
- કૉપી લિંક
- રાત્રે વન્યજીવોની ગર્જના, સવારે પક્ષીઓનો કલબલાટ, અન્યોના અવાજો લુપ્ત થઇ રહ્યા છે
રાત્રી ગાળામાં વન્યજીવોની ગર્જના, સવારમાં વિવિધ પક્ષીઓના કલબલાટ અને અન્ય પ્રાણીઓના અવાજો ઝડપથી લુપ્ત થવાના આરે છે. છેલ્લાં 50 વર્ષથી પણ ઓછા સમયમાં વન્યજીવોની વસતીમાં 69 ટકા સુધીનો ઘટાડો થયો છે. આના કારણે પ્રકૃતિની વચ્ચેથી આવતા અવાજો ઝડપથી લુપ્ત થવાના આરે છે. કોયલ, કાગડા, અન્ય પક્ષીઓના તેમજ દેડકાઓના અવાજ પણ હવે સાંભળવા મળતા નથી.
વન્ય અને પર્યાવરણ નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું છે કે વન્યજીવોના લુપ્ત થવાથી નવી પેઢીને પ્રકૃતિની ઘાતક ચૂપકીદીનો સામનો કરવો પડી રહ્યો છે. સાઉન્ડ ઇકોલોજિસ્ટ્સનું કહેવું છે કે ઇકોલોજી સિસ્ટમમાં અવાજ અને વિવિધતામાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે. સ્થિતિ એ છે કે રાત્રીના સમયે વન્ય પ્રાણીઓની ગર્જના જોવા મળતી નથી. સિંહોની ગર્જના ઓછી થઇ રહી છે. બપોરના ગાળામાં ધોધના પાણીના અવાજ પણ સંભળાતા નથી.
જીવવિજ્ઞાન સાથે જોડાયેલા નિષ્ણાતોના હાલના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આપણી કુદરતી દુનિયાનો ધ્વની નાટકીય રીતે બદલાઇ રહ્યો છે કારણ કે છેલ્લાં 50 વર્ષથી પણ ઓછા સમયમાં પૃથ્વીના વન્યજીવોની વસતીમાં 69 ટકા સુધીનો ઘટાડો થઇ ચૂક્યો છે. જો આવું જ ચાલશે તો આવનાર પેઢી કુદરતના સુંદર ધ્વનિથી વંચિત થઇ જશે. અમેરિકામાં 15 વર્ષ સુધી ફોટોગ્રાફર તરીકે કામ કરી ચૂકેલા જર્મનીના મ્યુનિખના રહેવાસી ઓલિવર ફીગેલ કહે છે કે 1990ના દાયકામાં સવારના સમયમાં પક્ષીઓના કલબલાટથી સવારે લોકો ઊઠી જતા હતા.
કેનેડાના ન્યુ બ્રન્સવિકમાં રહેતી ડેબરા મેકકિલ કહે છે કે તેઓએ પોતાના પતિની સાથે મળીને 1985માં 50 એકરમાં જંગલ ખરીદીને તેમાં આવાસ બનાવીને રહેવાની શરૂઆત કરી હતી. તેમનું કહેવું છે કે વસંત અને ગરમીની સિઝનમાં સવારે સૂર્યોદયની સાથે જ પક્ષીઓના કલબલાટનો અવાજ એટલો વધારે રહેતો હતો કે એક-બે કલાક વધારે સમય સુધી આરામ કરવા માટે બારીઓને બંધ કરવાની ફરજ પડતી હતી.
ઇકોલોજી સિસ્ટમના ધ્વનિને રેકોર્ડ કરીને તેને સંરક્ષિત કરવાની કામગીરી
કેનેડાની સાઉન્ડ ઇકોલોજિસ્ટ હિલ્ડેગાર્ડ વેસ્ટરકેમ્પે 1973માં વર્લ્ડ સાઉન્ડસ્કેપ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી હતી. આનો હેતુ લુપ્ત થઇ રહેલા ઇકોલોજી સિસ્ટમના ધ્વનિને રેકોર્ડ કરીને તેને સંરક્ષિત કરવાનો હતો. વેસ્ટરકેમ્પ કહે છે કે તમામ બાબતો હવે ઝડપથી બદલાઇ રહી છે. ઇકોલોજી સિસ્ટમના ધ્વનિમાં ફેરફાર જંગલોની સાથે સાથે હવા, રેતી અને પાણીની નીચે પણ જારી છે.