2 કલાક પેહલા
- કૉપી લિંક
જો તમે સવારે ઉઠતાની સાથે જ અચાનક તમારા હોઠ પર સોજો જોવા મળે તો તમારો ચહેરો વિચિત્ર દેખાવા લાગે છે. હોઠ સોજી ગયા હોય તો ખાવા-પીવામાં કે વાત કરવી પણ મુશ્કેલ બની જાય છે.
હોઠમાં સોજો હોય તો તેને અવગણશો નહીં. સૌ પ્રથમ કારણ જાણવાનો પ્રયાસ કરો. મુંબઈની ઝિનોવા શાલ્બી હોસ્પિટલના ડો. ઉર્વી મહેશ્વરીએ હોઠના સોજાના કારણો અને ઉપાયો જણાવ્યા છે.
હોઠ શા માટે સોજી જાય ?
હોઠ જ્યારે સોજી જાય ત્યારે લાલ દેખાય છે. હોઠ પર બળતરા અને ખંજવાળ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે આ એલર્જીને કારણે થાય છે. વાતાવરણમાં રહેલા એલર્જનના કારણે મોટા ભાગના હોઠ સૂજી જાય છે. ક્યારેક હોઠની એલર્જી ઝડપથી ઠીક થઈ જાય છે, પરંતુ ક્યારેક તે લાંબા સમય સુધી પણ રહે છે. હોઠ પર સોજો આવે તો પહેલાં ડૉક્ટરની સલાહ લો અને તેની સારવાર કરાવો.
જાણો હોઠ પર સોજા આવવાનું કારણ
સામાન્ય રીતે, હોઠમાં સોજો ઇન્ફેક્શન અથવા એલર્જીને કારણે થઈ શકે છે. પરંતુ હોઠનો સોજો અન્ય સમસ્યાઓ પણ સૂચવે છે. ખરાબ મેકઅપ પ્રોડક્ટ્સ, શરીરમાં પાણીની ઉણપ, ઈજા કે જંતુ કરડવાથી પણ હોઠ પર સોજો આવી શકે છે.
એલર્જી
સોજો હોઠનું સામાન્ય કારણ એલર્જી છે. જે લોકોને એલર્જીની સમસ્યા હોય છે તેમના હોઠમાં અમુક વસ્તુઓના સેવનથી સોજો આવી શકે છે. આવી સ્થિતિમાં તમને કયા ખોરાકની એલર્જી છે તે વિશે જાણવાનો પ્રયાસ કરો. જ્યારે તમને તે વસ્તુઓ વિશે ખબર પડે ત્યારે તેનું સેવન કરવાનું બંધ કરો.
ખરાબ મેકઅપ પ્રોડક્ટ
ક્યારેક ખરાબ લિપસ્ટિક કે લિપ બામ લગાવવાથી પણ હોઠ પર સોજો આવી જાય છે. હોઠ શરીરના ખૂબ જ નાજુક અંગો છે. તમારા હોઠ પર કોઈપણ કોસ્મેટિક્સ લગાવતા પહેલાં ખાતરી કરો કે તે તમારા હોઠ માટે સલામત છે કે નહીં.
ટૂથપેસ્ટ અથવા માઉથવોશ
હોઠ માટે મેકઅપ પ્રોડક્ટની જેમ, ટૂથપેસ્ટ અથવા માઉથવોશને સમજદારીપૂર્વક પસંદ કરો. ટૂથપેસ્ટ અથવા માઉથવોશનો ઉપયોગ કરશો નહીં જેનાથી તમને એલર્જી હોય.
જ્યારે મચ્છર અથવા જંતુ કરડે છે
ક્યારેક મચ્છર કે જંતુ કરડવાથી હોઠ સોજી જાય છે. આ સ્થિતિમાં જો સોજો ઝડપથી દૂર થતો નથી, તો ડૉક્ટરની સલાહ લો.
ઈજાના કિસ્સામાં
હોઠ ખૂબ નાજુક હોય છે. આ સ્થિતિમાં જો હોઠની આસપાસ કોઈ ઈજા થાય છે, તો તેના કારણે હોઠમાં સોજો પણ આવે છે. ઈજાની સારવાર કરવાથી હોઠનો સોજો પણ ઠીક થઈ જાય છે.
શરીરમાં પાણીની ઉણપ ન થવા દો
શરીરમાં પાણીની અછતને કારણે હોઠ સૂકા અને સોજા પણ દેખાય છે. પાણી શરીર માટે અમૃત સમાન છે. તમે ગમે તેટલા વ્યસ્ત હો પાણી પીવાનું ભૂલશો નહીં. પાણીની ઉણપને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ શરૂ થાય છે.
અવગણશો નહીં
સૂજેલા હોઠને અવગણવું મોંઘુ પડી શકે છે. હોઠ સોજી ગયા હોય તો કંઈપણ ખાવું મુશ્કેલ થઈ જાય છે. હોઠ પર સોજો આવવાનું કારણ ગમે તે હોય, સૌપ્રથમ તેની ડોક્ટર પાસે તપાસ કરાવો અને યોગ્ય સારવાર કરાવો. જો તમને વારંવાર તમારા હોઠ પર સોજો આવે છે, તો તેનું કારણ જાણવાનો પ્રયાસ કરો.