45 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉનાળો માત્ર શરીરને થકાવી નથી દેતો પરંતુ ચામડી માટે પણ અનેક પડકારો લઈને આવે છે. સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાથી ત્વચા શુષ્ક, કાળી અને નિર્જીવ બની જાય છે. તેમજ સનબર્ન અને ટેનિંગ જેવી સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. તેથી, આ ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે, જેથી તે સ્વસ્થ, હાઇડ્રેટેડ અને ચમકતી રહે.
આ માટે, વિટામિન C એક પાવરફૂલ એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે, જે ફક્ત રોગપ્રતિકારક શક્તિ જ નહીં, પણ ત્વચાને અંદરથી પોષણ આપે છે, તેને ચમકતી અને સ્વસ્થ રાખે છે.
તો, આજે ‘કામના સમાચાર‘માં આપણે વાત કરીશું કે, આપણા આહારમાં વિટામિન Cનો સમાવેશ કેવી રીતે કરી શકીએ? સાથે એ પણ જાણીશું કે-
- ઉનાળામાં વિટામિન C કેટલું મહત્વનું છે?
- વિટામિન Cનો સાચો સ્ત્રોત કયો છે?
નિષ્ણાત: ડૉ. ઉર્વી મહેશ્વરી, ફિઝિશિયન, જાયનોવા શેલ્બી હોસ્પિટલ, મુંબઈ
પ્રશ્ન- વિટામિન C શું છે?
જવાબ- વિટામિન C એક આવશ્યક પોષક તત્વો છે, જે શરીરમાં કોલેજન બનાવવામાં મદદ કરે છે. કોલેજન એક પ્રોટીન છે, જે રક્તવાહિનીઓ, હાડકાં અને સ્નાયુઓને મજબૂત રાખે છે. ઉપરાંત, તે શરીરની ઇજા અને ઘા રૂઝાવવાની પ્રક્રિયામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન C આયર્નને શોષવામાં અને સંગ્રહિત કરવામાં મદદ કરે છે, જે એનિમિયાને અટકાવી શકે છે. કારણ કે આપણું શરીર પોતાની મેળે વિટામિન સી ઉત્પન્ન કરી શકતું નથી એટલા માટે તેને ખોરાક અને પીણા દ્વારા લેવું મહત્વપૂર્ણ છે.
પ્રશ્ન- વિટામિન C કેમ જરુરી છે?
જવાબ- વિટામિન C આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તેને કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવું શ્રેષ્ઠ રસ્તો છે. તેનાથી માત્ર રોગપ્રતિકારક શક્તિ જ નહીં, પણ ત્વચા, વાળ, હૃદય અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન- ઉનાળામાં વિટામિન C શા માટે વધુ લેવું પડે?
જવાબ: ઉનાળામાં સૂર્યના તીવ્ર કિરણો (UV rays) ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે અને ટેનિંગ અને સનબર્નનું કારણ બની શકે છે. વિટામિન C એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને ત્વચાને સૂર્યના કઠોર કિરણોથી રક્ષણ આપે છે. ઉપરાંત ઉનાળામાં શરીર ઝડપથી થાકી જાય છે, જેના કારણે સુસ્તી અને નબળાઈ આવી શકે છે. વિટામિન C ઉર્જા જાળવવામાં મદદ કરે છે અને શરીરને તાજગી આપે છે. તે અપચો, એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓથી પણ બચાવે છે.
પ્રશ્ન- વિટામિન Cનો શ્રેષ્ઠ સોર્સ કયો છે?
જવાબ: ઉનાળામાં વિટામિન Cનો શ્રેષ્ઠ સ્ત્રોત તાજા અને રસદાર ફળો છે. આ ફળોને આહારમાં સલાડ, જ્યુસ અથવા સ્મૂધીના રૂપમાં સામેલ કરો, જેથી ઉનાળામાં શરીરને પૂરતું પોષણ અને ઠંડક મળે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન- વિટામિન C આપણી ત્વચાને કેવી રીતે સ્વસ્થ રાખે છે?
જવાબ: આપણું શરીર કરોડો કોષોનું બનેલું છે. આ કોષોને સ્વસ્થ રાખવામાં વિટામિન C મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જ્યારે કોષો મજબૂત અને સ્વસ્થ રહે છે, ત્યારે તેની અસર આપણી ત્વચા પર પણ સ્પષ્ટ દેખાય છે. ત્વચા ચમકતી અને તાજી દેખાય છે અને કરચલીઓ અને વધતી ઉંમરના ચિહ્નો ઓછા થાય છે. તે ત્વચાની રૂઝ આવવાની પ્રક્રિયાને પણ ઝડપી બનાવે છે, જેનાથી ખીલ અને નાના ઘા ઝડપથી રૂઝાય છે.
પ્રશ્ન- કયા લક્ષણો વિટામિન Cની ઉણપ દર્શાવે છે?
જવાબ: ડૉ. ઉર્વી મહેશ્વરી જણાવે છે કે, વિટામિન C કોલેજન નિર્માણ, ઘા રૂઝાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની ઉણપથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી આ સમજીએ-

પ્રશ્ન- શું વિટામિન C હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનમાં મદદ કરે છે?
જવાબ: વિટામિન Cનો હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન અટકાવવામાં સીધો સંબંધ નથી, પરંતુ તે શરીરની ગરમી સહન કરવાની ક્ષમતા અને સ્વસ્થ થવામાં મદદ કરે છે. લીંબુ, નારંગી, તરબૂચ વગેરે જેવા વિટામિન Cથી ભરપૂર ફળો ખાવાથી શરીરને પાણી અને આવશ્યક ખનિજો મળે છે, જે ડિહાઇડ્રેશનનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
પ્રશ્ન: એક દિવસમાં કેટલી માત્રામાં વિટામિન C લેવું યોગ્ય છે?
જવાબ: ડૉ. ઉર્વી મહેશ્વરી જણાવે છે કે, પુખ્ત વયના લોકો માટે વિટામિન Cની દૈનિક જરૂરિયાત પુરુષો માટે લગભગ 90 mg અને સ્ત્રીઓ માટે 75mg છે. તેથી, વ્યક્તિએ દરરોજ 100 થી 200 ગ્રામ ખાટા ફળોનું સેવન કરવું જોઈએ. તમે જે ફળો ખાઈ રહ્યા છો તેમાં રહેલા વિટામિન Cની માત્રા પર આધાર રાખે છે.
પ્રશ્ન- વિટામિન Cના સપ્લિમેન્ટ્સ લેવા જોઈએ?
જવાબ- વિટામિન C માટે કુદરતી સ્ત્રોત હંમેશા વધુ સારા માનવામાં આવે છે. તેમાં માત્ર વિટામિન C જ નહીં, પરંતુ અન્ય પોષક તત્વો અને ફાઇબર પણ હોય છે, જે એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનાથી કોઈ પણ પ્રકારનો ખતરો નથી. પરંતુ ખાસ પરિસ્થિતિઓમાં (જેમ કે માંદગી, રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર હોય, અથવા ડૉક્ટરની સલાહ પર) સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે. વધુ પડતી માત્રામાં સપ્લિમેન્ટ લેવાથી પેટ ખરાબ થઈ શકે છે અથવા પથરી જેવી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, હંમેશા ડૉક્ટરની સલાહ લીધા પછી જ કોઈપણ સપ્લિમેન્ટ લો.