નવી દિલ્હી6 કલાક પેહલા
- કૉપી લિંક
સમગ્ર દેશમાં પ્રિ-મોનસુન વરસાદના વિસ્તારોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કારણે એપ્રિલની સરખામણીમાં મે મહિનામાં હિટવેવ (લૂ) ઘટ્યું છે.
દેશના અનેક રાજ્યોમાં વાવાઝોડું અને વીજળીનો કડાકા સાથે વરસાદ પડ્યો છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાથી 11 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આજે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગે આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ અને કર્ણાટકમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં કરા સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત, કેરળ, કર્ણાટક, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ હળવો વરસાદ પડશે. અહીં ધૂળની ડમરીઓ પણ ઉડશે.
બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની અસર યથાવત છે. રાજસ્થાન, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણામાં તાપમાન 40 થી 43 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં શનિવારે સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
વિશ્વનું સૌથી મોટુ સૌર વાવાઝોડું 20 વર્ષ પછી 10 મે, શુક્રવારે પૃથ્વી પર ટકરાયું. વાવાઝોડાના કારણે લદ્દાખમાં આકાશમાં તેજ વીજળીના ચમકારા અને રેગબેરંગી આકાશ દેખાયું.
આગામી 3 દિવસ માટે ચોમાસાની આગાહી…
13 મે: 6 રાજ્યોમાં વીજળી પડવાની આગાહી, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
- ઉત્તરાખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, હિમાચલ પ્રદેશમાં વીજળી પડવાની સંભાવના છે.
- હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ધૂળની ડમરીઓ ઉડશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
- કેરળ, કર્ણાટક અને તેલંગાણામાં ભારે વરસાદ પડશે.
14 મે: છત્તીસગઢ-ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
- મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વીજળી પડવાની સંભાવના છે.
- મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
15 મે: ઉત્તર-પૂર્વના રાજ્યોમાં વીજળી અને વાવાઝોડાનું એલર્ટ
- ઓડિશા સહિત ઉત્તર-પૂર્વના 7 રાજ્યોમાં વરસાદ અને વીજળી પડશે.
- મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા અને ગોવામાં ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
- તમિલનાડુ, પુડુચેરી, કેરળમાં ભારે વરસાદનું એલર્ટ છે.
હીટવેવ ઘટ્યું, ચોમાસાના મજબૂત સંકેતો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સારા ચોમાસાના સંકેતો ધીરે ધીરે મજબૂત થઈ રહ્યા છે. સારા વરસાદ માટે જરૂરી ફેરફારો પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં દેખાવા લાગ્યા છે.
વિશ્વની તમામ હવામાન એજન્સીઓ આગાહી કરી રહી હતી કે અલ નીનો ચોમાસાના પહેલા મહિનામાં સમાપ્ત થઈ જશે અને થોડા અઠવાડિયાની ન્યુટ્રલ કંડિશન પછી લા નીનાની સ્થિતિનું નિર્માણ શરૂ થશે.
યુએસ એજન્સી અને ઓસ્ટ્રેલિયન વેધર બ્યુરોએ પુષ્ટિ કરી છે કે વિશ્વના સૌથી મોટા સમુદ્ર પ્રશાંત મહાસાગરના ભાગોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે.
હિન્દ મહાસાગરમાં વધતા તાપમાનને કારણે ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે
હિન્દ મહાસાગરના તાપમાનમાં ફેરફારથી વિશ્વભરમાં ડેન્ગ્યુના જોખમની આગાહી કરી શકાય છે. બેઇજિંગ નોર્મલ યુનિવર્સિટીના સંશોધન મુજબ હિન્દ મહાસાગરમાં વધતા તાપમાનને કારણે સમગ્ર વિશ્વમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થાય છે.
હાલમાં અલ નીનોને કારણે પણ તેનો ફેલાવો જોવા મળ્યો હતો. 1990 થી 2019 દરમિયાન વિશ્વના 46 દેશોમાં નોંધાયેલા ડેન્ગ્યુના વાર્ષિક કેસ અને 2014 થી 2019 દરમિયાન 24 દેશોમાં નોંધાયેલા માસિક કેસ અને હિન્દ મહાસાગરના તાપમાનનો અભ્યાસ કરવામાં આવ્યો છે.
રાજ્યોના હવામાન સમાચાર ક્રમશઃ વાંચો…
મધ્યપ્રદેશ: આજે 16 જિલ્લામાં કરા-વરસાદનું એલર્ટ, 40 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની આશંકા
મધ્યપ્રદેશમાં કરા, વરસાદ અને વાવાઝોડાની મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે સમગ્ર રાજ્ય 3 દિવસ એટલે કે 12, 13 અને 14 મે સુધી વરસાદ પડશે. 40 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું પણ ફૂંકાઈ શકે છે. આજે રવિવારે ભોપાલ, ઈન્દોર, જબલપુર સહિત 16 જિલ્લામાં વરસાદ અને કરાનું એલર્ટ છે.
બિહારઃ 8 જિલ્લામાં વરસાદનું એલર્ટ, વીજળી પડવાની શક્યતા, ઔરંગાબાદ સૌથી ગરમ જિલ્લો રહ્યો
બિહારના 8 જિલ્લામાં આજે પણ વરસાદનું એલર્ટ છે. મુઝફ્ફરપુરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે વરસાદ શરૂ થયો છે. સીતામઢીમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આજે પૂર્વ અને પશ્ચિમ ચંપારણ, શિયોહર, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા અને કિશનગંજમાં વરસાદની આગાહી કરી છે.
ઉત્તરપ્રદેશઃ આજે 44 જિલ્લામાં વાવાઝોડા અને વરસાદની શક્યતા, કરા પણ પડશે, 20 મે સુધી હીટવેવથી મળશે રાહત
યુપીના વિવિધ ભાગોમાં 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે પણ હવામાન વિભાગે 44 જિલ્લામાં વાવાઝોડું અને વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન કરા પણ પડશે. 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં 20 મે સુધી ગરમી અને હીટવેવમાંથી રાહત મળશે. ગઈકાલે 6 જિલ્લામાં વરસાદ પડ્યો હતો.